« Previous PageNext Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો,

કેમ છો ? ઘણા લાંબા સમયના વિરામ બાદ આજે મળિએ છીએ, આશા છે આપ મને ભૂલી નહી ગયા હોવ. અરે કેટલાક મિત્રોએ તો એમ પણ કહી દીધું કે હિતેશ તે મનનો વિશ્વાસ બ્લોગ અપડેટ કરવાનું સદા માટૅ બંધ કરી દીધું છે કે શું ? તો ના મિત્રો, આ વાત માત્ર એપ્રિલફૂલ જ છે, પણ હમણા વ્યસ્તતા રહે છે પણ હવે બસ આ મહિનાના અંત સુધીમાં એમ.બી.બી.એસ. ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય છે તથા મારી ખાતાકીય પરીક્ષા પણ પૂર્ણ થઈ જશે તો બસ હવે થોડોક જ ઈંતજાર, પછી વેકેશનના ગાળામાં ફરી ગુજરાતી ગીત-સાહિત્ય માં રસ તરબોળ થઈ જાશું….

અરે હાં આજે છે ૧૪મી એપ્રિલ. એટલે કે ડૉ.ભીમરાવ આંબેડકર જયંતિ અને સાથે સાથે વિશ્વ અગ્નિશામક દિન. તો આજના દિન પર એ પ્રણ લઈએ કે આપણા દિલમાં પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યેની આગ એટલે કે ગુસ્સો, મતભેદ, ઈર્ષા,ભેદભાવ વગેરે ભૂલાવી તે આગનું શમન કરી પ્રેમભાવના પ્રગટાવીએ. અને અત્યારે તો જો કે આપણા સૂરજદાદા પણ આગ વરસાવી રહ્યા છે અને ઉનાળો ધોમધખી રહ્યો છે અને આજે તો ચૈત્રમાસની અમાસ છે અને આવતીકાલથી તો વૈશાખ માસ શરૂઆત થઈ જાશે. તો ચાલો વેણીભાઈ પુરોહિતની આ રચનાથી આપણે આ ચૈત્ર-વૈશાખના વાયરાની માહિતી લઈ થોડી ઢાઢક મેળવીએ. તો આશા છે આપને આ રચના ગમશે, અને બસ હવે ટૂંક સમયમાં જ મળિશું… અને આપ સર્વે પણ આપનો અમૂલ્ય અભિપ્રાય આપશોજી, અને મારી રાહ જોશો ને ???  !!!!!

 

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

 

ગરમ હવાની લહેરખીયે, નીજ કોમળ તન કરમાશે
અગન પીછોડી ઓઢી ધરતી, તુજ ચરણે ચંપાશે
સખી થંભી જા વાટે લગાર, સખીરી

તારો છેડલો તું માથે રાખને જરા
તો ચૈતર વૈશાખનાં વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઉડી
તો ચૈતર વૈશાખનાં વાયરા

અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખ્યું અધોકડી તું રાખને જરા
તો ચૈતર વૈશાખનાં વાયરા

ઊનાયે વાયરા ને પાલવડે
પુરનાં ઓછરતાં ઓરતા ઉના
તારા હૈયા પર હાથ તો રાખને જરા
તો ચૈતર વૈશાખનાં વાયરા

 

જય શ્રીરામ મિત્રો,

          આજે છે ચૈત્રી સુદ નોમ. આજનો દિવસ તો શ્રીરામ ભગવાનનો જન્મદિવસ.એટલે રામનવમી.રામનવમી વિશેની વધુ જાણકારી માટે ગત વર્ષે રજૂ કરેલ રચનારામનવમીરામ રમે સોગઠે રે…..   જરૂરથી માણજો.વળી શ્રીરામ ની વંશાવલી પણ જરૂર જાણશો.

            વળી આજે છે ૨૪મી માર્ચ પણ આજે છે વિશ્વ ક્ષય દિન. આ માટૅની વિગતવાર માહિતી માટે ગત વર્ષની આ રચના વિશ્વ ક્ષય દિનઅંધશ્રદ્ધા નો ક્ષય….. ‘સૂફી’ પરમાર જરૂરથી આપ જોશો તેવી આશા છે.કારણકે આ રોગ પ્રત્યેની જાગૃતિ જ આપણને સુરક્ષા બક્ષી શકે છે અને આપણું ભાવિ સુખમય રાખી શકે છે.તો ચાલો આજે માણીએ આ લોકપ્રિય ભજન…

 

 

 

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

 

સીતારામ સીતારામ,

ભજ પ્યારે તુ સીતારામ.

કૌશલ્યાના પ્યારા રામ,

દશરથના દુલારા રામ.

 

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

અયોધ્યાના રાજા રામ,

હનુમાજીના વહાલારામ.

લક્ષ્મણજીના સાથી રામ,

ભરતજીના બંધુ રામ.

 

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

રાત્રે નિદ્રા દિવસે કામ,

ક્યારે ભજશો સીતારામ?

સીતારામ સીતારામ,

ભજ પ્યારે તુ સીતારામ.

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ચૈત્રી સુદ આઠમ. આમ તો ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ક્યારનોય થઈ ગયો છે, પણ વ્યસ્તતાને લીધે કોઈ ગરબો નહોતો મૂકી શકાતો પણ મારી મિત્ર મન એ મને મીઠી ટકોર સાથે તેમની આ રચના આપી અને કહ્યું કે જીવનનઈ વ્યસ્તતા વચ્ચે પણ પ્રભુ ભક્તિ માટે આપણી માતાજી માટે તો સમય કાઢવો પડે મળે નહી, તેથી આજે રાત્રીના ૧૧ કલાકે પણ સમય કાઢીને આ પોસ્ટ રજુ કરી રહ્યો છું વળી આઠમ હોવાથી માતાજીના નૈવેદ્યનો પણ દિન હોવાથી યોગ્ય સમયે આ આપ સમક્ષ રજુ કરવાની કોશિશ કરી છે આશા છે આપ સર્વેને આ ગમશે અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે.

 

 

 

 

જય દુર્ગા મા, જય ચામુંડા મા,

ચૈત્રની નવરાત્રી આવી,

ગરબે રમી, ધૂમ મચાવી,

આજે રૂડી આથમડી આવી,

ચૈત્રની નવરાત્રી આવી.

 

ચોક વળાવી, સાથિયા પૂરાવી,

જોઉં તમારી વાટડી,

આજે રૂડી આથમડી આવી,

ચૈત્રની નવરાત્રી આવી.

 

ફૂલોનો ગજરો બનાવી,

દીવડે જ્યોત જલાવી,

જોઉં તમારી વાટડી,

આજે રૂડી આથમડી આવી,

ચૈત્રની નવરાત્રી આવી.

 

ગરબે રમી, ધૂમ મચાવી,

આજે રૂડી આથમડી આવી,

ચૈત્રની નવરાત્રી આવી.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ધુળેટી.આજે રંગોત્સની સાથે સાથે છે અમારા ગુરુજી શ્રી પુરૂષોત્તમદાસ લાલજી મહારાજનો આજે જન્મદિન પણ છે.તો ગુરુજીને કોટિ કોટિ વંદન સહ જન્મદિનની શુભકામનાઓ.હાલમાં તેઓ હયાત નથી પરંતુ તેમ છતા આજે પણ તેમની અનુભૂતિ થાય છે અને તેમના આશીર્વાદ અમ સૌ ભક્તો પર વરસતા રહે છે.તો આ પ્રસંગે ગુલાલની છોળો સાથે સાથે ચાલો ભક્તિના રંગે પણ રંગાઈ જઈએ.ખાસ આ ભજન ગુરુજીને અર્પણ.

 

 

 

સવારી રે ચડી સનાતન સંતની-ટૅક

 

કરવાં એને ભારતનાં કલ્યાણ રે, વનથળના વાસી. સવારી રે

 

કપરા કૂડા કળી કાળમાં, તપોબલના ઊગ્યાં આભે ભાણે રે

                           વનથળના વાસી. સવારી રે

નેજા ફરકે સનાતન ધર્મના, સંસ્કૃતિની ઝળકે જીવન જ્યોત રે

                                                વનથળના વાસી. સવારી રે

બિરદ શોભાવ્યું ગુરૂદેવનું, તિમિર ટાળી પાડ્યો જગપ્રકાશ રે

                                                વનથળના વાસી. સવારી રે

 

હાકલ વાગે પુરૂષોત્તમલાલની

                               અનોખા શોભે કાંઈ શાદળા કેરા પંથ રે

                                                વનથળના વાસી. સવારી રે

 

શાપર સૌરાષ્ટ્ર જન્મ ભોમકા,

                                વનથળ ગામને વગડે કીધો વાસ રે,

                                                વનથળના વાસી. સવારી રે

 

ઉજ્જ્વળ કીધી રેવાબાની કૂખને,

                                દિપાવ્યા છે કંઈ બાપુ વિશ્વનાથ રે,

                                                વનથળના વાસી. સવારી રે

 

કર જોડી વિનવે ખોડુભા આપને,

                                કરજો બાપું ગાંગડ ગામમાં વાસ રે,

                                                વનથળના વાસી. સવારી રે

« Previous PageNext Page »

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).