સુસ્વાગતમ્ મિત્રો,

આજે ખૂબ જ હર્ષ સાથે જણાવવાનુ કે આજે મનના વિશ્વાસના એક બીજા નવા ઘરનું શુભમૂહુર્ત થાય છે. અને આપ સર્વે અહીં પધાર્યા તે બદલ આપ સર્વેનો ખૂબખૂબ આભાર.આપ સર્વે મોંઘેરા મિત્રોનું આ સુલભ ગુર્જરીના ગુર્જર-જગતમાં હાર્દિક સ્વાગત છે.

સુસ્વાગતમ્

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે જી…

માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો…

આપજે રે…જી…
કેમ તમે આવ્યા છો ? …એમ નવ કેજે રે…,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો…

આપજે રે…જી…

વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો…

આપજે રે…જી…

કાગએને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે….,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો…

આપજે રે…જી…

-દુલા ભાયા કાગ

3 Responses to “આવકારો મીઠો આપજે …..દુલા ભાયા ‘કાગ’”


  1. ઊર્મિ says:

    નવા ઘર માટે હાર્દિક અભિનંદન !


  2. ગાંધીડો મારો, મોભીડો મારો….. દુલા ભાયા ‘કાગ’ - સુલભ ગુર્જરી says:

    [...] થોડી જ રોકી શકાય…! વળિ કવિ કાગનું ગીત આવકારો મીઠો આપજે ત્યારે જ રજુ થયેલો જ્યારે [...]


  3. ગાંધીડો મારો, મોભીડો મારો….. દુલા ભાયા ‘કાગ’ « મન નો વિશ્વાસ says:

    [...] થોડી જ રોકી શકાય…! વળિ કવિ કાગનું ગીત આવકારો મીઠો આપજે ત્યારે જ રજુ થયેલો જ્યારે [...]

Leave a Reply