Sat 29 Mar, 2008
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે
Filed under: પ્રેમ, સુલભ ગુર્જરીનાં સૂર, હરીન્દ્ર દવેઆજે તો ૨૯મી માર્ચ. આપણા ગુજરાતી સાહિત્યના ઊર્મિશીલ કવિ હરિન્દ્ર દવે ઈ.સ. ૧૯૩૦માં કચ્છના ખંભરા ગામે થયેલો. મુંબઈ યુનિ.મા એમ.એ. કરી ‘જનશક્તિ‘ દૈનિકના તંત્રીપદે રહ્યા.
તેમની રચનાઓ માં અગનપંખી , પળના પ્રતિબિંબ, અનાગત, મુખવટો, લોહીનો રંગ લાલ વગેરે નવલકથાઓ છે. આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.તેમના કાવ્યસંગ્રહ “હયાતિ” ને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પારીતોષિક મળૅલ છે.અને તેમણે આજના દિવસે એટલે કે ૨૯-૦૩-૧૯૯૫ ના રોજ ચિરવિદાય લીધી.
તો આજે તેમનું આ ગીત સાંભળીને માત્ર તેમની જ નહીં પણ કોઈક બીજા, કોઈક પોતાનાની પણ યાદ આવી જ જાય ને દોસ્તો.
સ્વર - સોનાલી બાજપાઈ





પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે « મન નો વિશ્વાસ says:
[...] જ જાય ને દોસ્તો.આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી ની મુલાકાત જરૂરથી [...]