જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ફાગણ સુદ પુનમ એટલેકે હોળી. વળી આજે છે ૨૮મી ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પણ.વળી ગઈકાલે હતી ઈદ-એ-મિલાદ.આમ હમણાં તો તહેવારોનો મેળો ભરાયો છે અને આ તહેવારો જ તો છે કે જે આપણી જિંદગીમાં એકબીજાને નજીક લાવે છે ખુશીઓ છલકાય છે અને પ્રેમ સર્વત્ર પ્રસરે છે.

ગત વર્ષે જો કે હોળી પર કુદરતી રંગો બનાવવાની રીત આપી જ હતી પણ આ વર્ષે ફરીવાર તેની મુલાકાત લઈ એ રીત નોંધી લેજો તથા સાથે સાથે મારી મિત્ર મન ની રચના રંગીલી આવી આ હોળી આવી…..“મન પણ માણજો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો તેવી આશ સહ…

                વળી વિજ્ઞાનદિવસની જાણકારી માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસમાનવી અને વિજ્ઞાન…..દિલીપ આર.પટેલ રચનાની મુલાકાત પણ જરૂરથી લેજો હોં ને…અને આજ પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ માલવ પતિ મુંજ ની આ રચના આશા છે આપ સૌને ગમશે…..  

 

 

 

 

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

યૌવન ? યૌવન એટલે શું ?

 

અરેરે ! યૌવન નથી સમજતાં !

 

શું મને થાય, ના સમજાય,

નિંદરમાંથી ઝબકી જવાય…(૨)

 

કોઈ સુંદર સાવરી સૂરત નિરખતાં,

મનમાં ખળખળ થાય,

ના સમજાય, ના સૂવાય

 

આમ થાય ત્યારે સમજી લેવું, આવી ગયો અનંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

આ ભ્રમર અને આ ફૂલ, એને પણ એક પ્રિત છે,

ફૂલની પાંખે ભ્રમર બીડાય, એવી પ્રિતની રીત છે.

 

સમજાવો મને દીપક ઉપર જલતો કેમ પતંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

તમને જોઈ તનમન નાચે, એવું થાય કેમ ?

કેમ કરી સમજાવું, એનું નામ પ્રેમ.

 

ચંદ્ર ને જોઈ ઉરસાગરમાં, ઉછળી રહે તરંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૨૬મી ફેબ્રુઆરી એટલે કે આપણા અમદાવાદનો ૬૦૦મો જન્મદિવસ.તો આપણા બધા તરફથી અમદાવાદને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.ગત વર્ષે આપને વાયદો કરેલ કે અવિનાશ વ્યાસનું ગીત અમે અમદાવાદી સંભળાવીશ તો આજે બસ ગીત લઈને આવ્યો છું, અને ગીત સાંભળીને સૌ અમદાવાદી ગર્વથી કહેશે અમે અમદાવાદીઅમદાવાદ વિશે તો કહીએ એટલું ઓછું અને ગુજરાત નહી સમગ્ર વિશ્વમાં પણ અમદાવાદનું સ્થાન અનેરું છે.અને આજે માટૅ સાબરમતીના રિવરફ્રન્ટ પર ભવ્ય પ્રોગ્રામ આયોજવામાં આવેલ છે અને વળી એક દોડનું પણ આયોજન કરવામાં આવેલ છે.તો ચાલો વધું સમય લેતા માણીએ અમદાવાદની ભવ્યતા.. અને આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે.અને ગત વર્ષે રજૂ કરેલ રચના હું અમદાવાદનો રિક્ષાવાળો જરૂરથી માણશો.

 

 

 

અમે અમદાવાદીઅમે અમદાવાદી
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પહેલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ઠુંકડો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

સમાજવાદીકોંગ્રેસવાદીશાહીવાદીમુડીવાદી….
નહિ સમિતિનહિ કમિટિનહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની કોઇ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાનીઆતો કહિ નાખી એકાદી

ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

 

            આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ.અને આ પ્રસંગ પર રમેશભાઈ એ મોકલાવેલ રચના અને તેમની શુભેચ્છાઓ ચાલો માણીએ તેમના જ શબ્દોમાં..અને હા આપના અમૂલ્ય બે બોલથી અમને જરૂરથી પાવન કરશો.

 

થઈ  મનનો   વિશ્વાસ  રમશું
ઉર ને   ભાવભરીને   સજશું
ઘર દીવડા  થઈ  ઝળહળશું
 
ને પાવન   પ્રકાશ   પાથરશું
મનના વિશ્વાસને આ શુભ દિને અંતરથી અભિનંદન. મેડિકલ લાઈનની વ્યસ્તતા છતાં સાહિત્યથી પ્રેમનાં
ઝરણામાં સૌને ભીંજવતા ડો શ્રી હિતેશભાઈ અને મનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
           
અને ગત વર્ષે આજના દિન પર રજું થયેલ સાત-સાત રચનાઓ ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.

 


   
પ્રેમ એતો પાવન પમરાટ
રૂપાળો કે રૂક્ષ થઈ બદલતો ઘાટ
પ્રેમ એતો સાગરની જાત
મળે ચંદરવો તો ઉછળે જઈ આભ

પ્રેમ એતો દિલનો ઉજાશ
સમર્પણથી નિશદિન મ્હેંકે સુવાસ
 
પ્રેમ એતો ભીંનો વરસાદ
ઝીલીને  પ્રેમનો  માણો અહેસાસ

પ્રેમ  એતો  સ્વપ્નોની  ચાહ
માના  ખોળાની  કહે  મમતાની  વાત
પ્રેમની વાતો છે રંગીલી યાર
કોઈ  દિ ગાયે ગઝલ કે રૂવડાવે રાત

પ્રેમ  પૂરે  જીવનમાં   શક્તિ  અનંત
પ્રેમની   વાતોના   નોંખા   છે   રંગ
ફૂલની  ફોરમ   લઈ  મ્હેંકે  છે પ્યાર
ચાહ  વિના જીંદગી અધૂરી  છે  યાર

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

 

                આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ.હા આપ સૌ મિત્રોના સાથ અને સહકારથી જ, આજના દિને જ ૨૦૦૮માં જન્મેલા આ માતૃભાષી બ્લોગ મનનો વિશ્વાસ આજે ૨ વર્ષ પૂર્ણ કર્યા અને આપ સૌના દિલમાં જ્ગ્યા મેળવી રહ્યો છે.અને આજે આપ સર્વે મિત્રો/વડીલોના આશીર્વાદથી અને પ્રભુકૃપાથી આ બ્લોગ પર ૨૭૮ રચનાઓ પ્રદર્શિત થઈ ચૂકી છે, જેમાં જુદા જુદા ૧૪૯ કવિઓની રચનાઓ છે તથા આપ સર્વેના ૪૯૬ થી વધું અમૂલ્ય પ્રતિભાવો આવ્યાં છે. અને  અંદાજે . ૧૬૦૯૮ થી પણ વધું મિત્રો/વડીલોએ અમ આંગણૅ પધારી અમને અહોભાગી બનાવ્યા છે.

                અને હા મને સતત પ્રોત્સાહન અને મદદ કરતા રમેશભાઈ પટેલઆકાશદીપ’, ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી,જયેશભાઈ ઉપાધ્યાય, કેયુરભાઈ,દિલિપભાઈ ગજ્જર, વિતલ પટેલ,ધવલભાઈ,ડો.વિવેકભાઈ ટેલર, ઉર્મિબેન, જયશ્રીબેન, પ્રજ્ઞાજુબેન, ચિરાગભાઈ, ચેતનાબેન, પિન્કીબેન, બીનાબેન  તથા સર્વે કદાચ ઘણાના નામ રહી ગયા છે તે સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને મારી પ્રિય દીદી અને મારી ખાસ મિત્ર મન જેમના વિના તો આ બ્લોગ આટલો વિકસિત જ ન થઈ શક્યો હોત અને આ સમગ્ર બ્લોગ અને તેની સફળતા આ બંનેને સમર્પિત છે.અને આ પ્રસંગ પર પણ રમેશભાઈ અને મારી મિત્ર પ્રેરણા બંનેએ પોતાની રચના મોકલાવી છે તો ચાલો માણીએ આ રચના..આને હા આપના અમૂલ્ય બે બોલથી અમને પાવન કરશો. અને ગત વર્ષે આજના દિન પર રજું થયેલ સાત-સાત રચનાઓ ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.

 

ख्वाब जो मेरी आंखोमे है,

क्या तुमने भी देखे है ?

 

बातें जो ईन होंठों पे है,

क्या तुम भी कहना चाहते हो ?

 

तरसती है नजरें तेरे दिदार को,

तडपती है बॉंहे तुजे पाने को,

 

आवाज्ञ मेरे दिल की सुन लो तुम,

नाम मेरा कभी तो लो तुम,

 

प्यार से तुम्हारा दामन भर देंगे,

ऑंसु तुम्हारा हर हम लेंगे.

 

कह दो एक बार तुम्हे भी प्यार है,

दिल क्या जान भी तुम्हे दे देंगे.

 

मन और विश्वास का ये मन का विश्वास, ”

भर देंगा आप के जीवन में हर आश.

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).