Next Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૩૧મી ઓક્ટૉબર.આજે છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોહપુરૂષની જન્મજયંતિ અને શ્રીમતી ઈન્દીરા ગાંધી, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને સશક્ત મહિલાની પુણ્યતિથિ.હવે આ બંને વિશે તો જેટલું લખાય તેટલું ઓછું છે.એટલે તેમની વિશે વધું કહી તમને કંટાળો નહી આવા દઉં.

                પણ હા આ અઠવાડિયામાં વીતેલા કેટલાક દિવસોની યાદો તાજી કરી લઈએ જે વ્યસ્ત હોવાને કારણે ઉજવણી રહી ગઈ હતી.ગત રવિવારે હતો શ્રી જલારામ બાપાનો જન્મદિન અને વળી ૧૮મી ઓક્ટૉબરે હતો વિશ્વ રજોનિવૃતિ દિન અને ૨૬મી ઓક્ટોબરે હતો વિશ્વ સ્તન કેન્સર જનજાગૃતિ દિન. આજના આવા સુંદર પ્રસંગના સમન્વયે આજે વિનોદ જોષીની આ રચના માણવાનું આપને પણ ગમશે. કારણકે ભારતને આવા સપુતો આપનારમાં ગુજરાતની ભૂમિ મોખરે છે અને તે વાતે જ નહી અહી કવિ કહે છે તેમ ગુજરાતી હોવાની વાતે પણ આપણી છાતી ગજ ગજ ફુલે છે.તો ચાલો માણિએ આ રચના…અને આપનો મંતવ્ય પણ જરૂરથી પ્રતિભાવ રૂપે જણાવશો ને…!!!

 

 

 

અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,
હું સાવજની ત્રાડ, હું ગરવી ભાષા લચકાતી

 

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.

 

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું સુધારસ પાતી

 

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.

 

દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું હું નિત્ય એક આખ્યાન,
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી

 

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.

 

હું ગાંધીનું મૌન, હું સરદાર તણી છું હાક
હું સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક
હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….

 

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.

 

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી

 

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

 

વળી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલ સરદાર વલ્લભભાઈ પટેલ પરની ચિત્રવાર્તા પણ નીચે છે તે પણ જરૂરથી વાંચશો.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૧મી ઓક્ટોબર.અને આમ કહું તો નવા વર્ષની આ પ્રથમ જ પોસ્ટ છે પણ ખબર જ નહોતી કે નવા વર્ષની શરૂઆત આવી સુંદર સરપ્રાઈઝથી થશે.આજે છે આપણા વિતલબેન એટલેકે રમેશભાઈ પટેલ આકાશદીપના દીકરીનો આજે જન્મદિવસ છે, જેમણે હમણાં જ દિપાવલી પર મને, મનને અને અમારા પરિવારને સ્નેહના સરવાળા કરતા કુટુંબ તરિકે સંબોધી એક અનોખો દિવ્ય સંબંધ સ્થાપિત કરી દીધો.મને ખુશી છે કે અમારા આ મનના વિશ્વાસના બ્લોગની સફર આજે મને આટલા સુંદર સંબંધો બાંધી આપ્યા.હાં આજે આ પોસ્ટ રજું કરવા અને તેમને વિતલબેનને વધાઈ આપવામાં છેલ્લો હોઈશ પણ હજું ૨૧મી તારીખ ગઈ નથી હજી રાતના ૧૧:૪૫ જ થયા છે તો તેમને જ્ન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.અને આ સાથે આજે તેમના પિતા રમેશભાઈની તરફથી અને અમારા સમગ્ર બ્લોગ પરિવાર અને આપ સર્વે વાચકમિત્રો તરફથી વિતલબેને તેમની લગ્નતિથિ પર રચેલી તેમની રચના જે તેમણે તેમના પિતાને ભેટમાં આપી હતી અને જે તેમના કાવ્યસંગ્રહ સ્પંદનમાં પણ સામેલ થયેલ છે.તો આજે વિતલબેનને આપણા સૌ તરફથી ફરીથી જન્મદિનની શુભકામનાઓ.ભગવાન તેમના મનનાં બધાં ઓરતાં પુરા કરે.વળી અહીં ફોટોમાં વિતલબેન તેમના દિકરા આદિ તથા રોહન અને પિતા રમેશભાઈ અને માતા સાથે દ્રષ્ટિગોચર થાય છે તો ચાલો માણિએ આજે વિતલબેનની રચના..અને આપ સૌ પણ તેમને શુભેચ્છાઓ આપશોને…!!!

 

 

શરણાઈના રેલાતા સૂરછે,

આંગણે લીલાં તોરણ છે.

જુઓ આજ એક,

વહાલી દીકરીના લગન છે.

 

આંગણે રમતી હતી,

વાતે વાતે રીસાતી હતી,

કાનમાં આવીને ફરિયાદો કરતી હતી.

હસતાં-રડતાં મોટી થઈ,

આવ્યું એને યૌવન છે.

જુઓ આજ એક

વ્હાલી દીકરીના લગન છે.

 

છે ઘર સજેલું આજે,

બધા કેટલા હસે છે.

વારંવાર દીકરી પાસે,

મન જવા માંગે છે.

અરે વગાડો ઢોલ,

વગાડો શરણાઈ

કે ટપકું થતું આંસું કહેછે,

હા ,આજ મારી

વહાલી વિતલનાં લગન છે.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 

વિતલ પટેલ (બ્રુન્સવીક,જ્યોર્જીયા)

જય શ્રીકૃષ્ણ મિત્રો,

            આજે છે આસો વદ ચૌદશ/અમાસ. અરે બંને સાથે છે એટલે બંને લખ્યા છે, પણ આજે મનાવવામાં આવે છે દીપોનો તહેવાર દિપોત્સવી આપણી દિપાવલી, દિવાળી…તો ચાલો આજે ફરી એક પ્રશ્ન કે મેરાયા એટલે શું? જો જવાબ ન આવડતો હોય તો ગત વર્ષની મનનો વિશ્વાસ પર આજના દિવસે જ રજુ થયેલ રચના શુભ દિપાવલી…મા,મા, દિવાળી આવી…..વિશ્વદીપ બારડ  ની ફરી મુલાકાત લઈ લેશો.અને આપ સર્વે મિત્રો/વડીલોને કહેવાનું કે આ વર્ષમાં જો મારાથી કોઈ ભૂલ થઈ હોય કે કોઈનું જાણે અજાણે પણ દિલ દુભાવ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું, અને આપણા મતભેદો ભુલાવી આપણે નવા સંબંધો પ્રસ્થાપિત કરીએ અને આપ સર્વેના આપેલા સાથ સહકાર અને માર્ગદર્શન બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.તથા દિપાવલીની શુભકામનાઓ.

 

  


અગિયારશ બારશ ને  તેરશ ચૌદશ
ખોળું દિવાળી  તને વિસ્મયે ચોદિશ
થઈ    અણજાણી   કેમ  તું  લપાણી
ઓ  અમારી   મનગમતી   દિવાળી
 
                       
દીપ જલ્યા છે  દ્વારે દ્વારે
                         
ને સંતાડ્યા સ્નેહ અંધારે
                         
શોભે સુસ્વાગતમ ઝૂલતું પ્યારે
                         
ને   લટકાવ્યાં  છે  તાળાં દ્વારે
                         
ને પૂછો મને ક્યાં લપાણી?
                         
ઓલી અમારી ઘરઘરની દિવાળી

સ્વચ્છ આંગણીયે દીપતી રંગોળી
પણ   ભમું   હું   લઈ   પરેશાની
નિર્મળ  મનથી  નથી  આવકારા
ને શીદને તું ખોળે દાદાઇ દિવાળી

                          મેવા મીઠાઈના  થાળ છે  મોટા
                         
ને  દીઠા સબરસ  અંતરે  છેટા
                         
મથું શોધવા એ કુટુમ્બ કબિલા
                         
કરતા  રહેતા  સ્નેહ   સરવાળા
                         
ને હવે ના પૂછીશ ક્યાં છે દિવાળી? ”
 
સાચે  જ તને  અંતરથી  ખોળું
દેવા અજવાળી ભાતે વધામણિ
રાહ જુએ તારી ફટાકડા ઝોલી
આવને મારી વહાલી  દિવાળી

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે આસો વદ તેરસ.એટલે કે ધનતેરસ.આમ તો કાલથી જ દિપાવલીના તહેવારોની શરૂઆત થઈ જ ગઈ.પણ આજથી તો લક્ષ્મીપુજન સાથે વિધિવત પ્રારંભ થઈ ગયો.ગત વર્ષે કરેલ વાત મુજબ જન્મસ્થળના ગધેડાની વાત તો યાદ જ હશે ને…!!! નથી યાદ ? તો ચાલો ગત વર્ષની રચના ધનતેરસ… (ગૃહ)લક્ષ્મી પૂજા….રમેશ પટેલ ‘આકાશદીપ  ની મુલાકાત લઈ લો જેમાં તે માહિતી સાથે આપણી ગૃહલક્ષ્મીની પુજા કરાવતી રમેશભાઈની રચના પણ માણજો.

                અને વળી ગત ૧૩મી તારીખે મારી મમ્મીનો જન્મદિવસ પણ હતો તો તેમને પણ જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.અને ચંદ્રવદન કાકાનો પણ તે જ દિવસે જન્મદિન હતો તો તેમને પણ જન્મદિવસની શુભકામનાઓ.અને હવે તહેવારના સમયમાં વધું પરેશાન નહીં કરું, તો આજે ધનતેરસ પર પ્રસ્તુત છે ધનતેરસ પરનું એક હિન્દી ગીત જે એક સિરિયલમાંથી મળેલ જેના રચયિતા વિષે તો જાણ નથી પણ તેને સુલભગુર્જરી પર સાભળવું પણ જરૂર ગમશે.અને શુભ ધનતેરસ…આપનો અભિપ્રાય આપશો ને…!!!

 

 

 

दिलमें रखनी है सच्चाई,

पुरखों ने ये रीत शिखाई.

 

दिलमें रखनी है सच्चाई,

पुरखों ने ये रीत शिखाई.

दुर नही है अब वो दिवाली,

धनतेरसकी शुभ तिथि आई,

 

मन से पुजा करे, धनकी पुजा करे,

जय जय लक्ष्मी माता, जय जय लक्ष्मी माता.

 

मन से पुजा करे, धनकी पुजा करे,

जय जय लक्ष्मी माता, जय जय महालक्ष्मी माता

 

उपरवाला देख रहा है, चाहे ना देता क्यूं वो जवाब.

तोरी कृपा वो बरसादे, देख रही हूं वो राह(?)

 

मन से पुजा करे, धनकी पुजा करे,

जय जय लक्ष्मी माता, माता लक्ष्मी माता,

जय जय लक्ष्मी माता, जय जय महालक्ष्मी माता.

 

साल महिना लिखते है साथ, आज पूजेगे वहीं किताब,

मन भी बांटे, धन भी बांटे, बांटे खुश्बु और गुलाब.

 

मन से पुजा करे, धनकी पुजा करे,

जय जय लक्ष्मी माता, जय जय लक्ष्मी माता,

बोलो लक्ष्मी माता, महालक्ष्मी माता.

 

दिलमें रखनी है सच्चाई,

पुरखों ने ये रीत शिखाई.

दुर नही है अब वो दिवाली,

धनतेरसकी शुभ तिथि आई,

 

मन से पुजा करे, धनकी पुजा करे,

जय जय लक्ष्मी माता, जय जय लक्ष्मी माता.

 

मन से पुजा करे, धनकी पुजा करे,

मैया लक्ष्मी माता, महालक्ष्मी माता.

Next Page »

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).