જય શ્રીકૃષ્ણ મિત્રો,

વળી ફરતા ફરતા અમિતભાઈના બ્લોગ અમીઝરણું પર પહોંચી ગયો અને મને મલી ગયું શ્રી દુલા ભાયા કાગની આ રચના જે ગાંધીજીનું સમગ્ર વ્યક્તિત્વ જીવનચરિત્ર વ્યક્ત કરે છે.તો આ રચનાને આપ સર્વ સમક્ષ મુકવાની લાલસઆ થોડી જ રોકી શકાય…! વળિ કવિ કાગનું ગીત આવકારો મીઠો આપજે ત્યારે જ રજુ થયેલો જ્યારે સુલભગુર્જરીનો શુભારંભ થયેલો.તો માણો આ રચના…

gandhiji

સો સો વાતુંનો જાણનારો,
મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.

ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો;
…..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
ઇ તો ઢાળમાં નવ ધ્રોડનારો, મોભીડો…..

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો, મેલાંઘેલાંને માનનારો;
…..ઉપર ઊજળાં ને મનનાં મેલાં એવાં,
ધોળાને નહીં ધીરનારો. મોભીડો…..

એના કાંતેલામાં ફોદો ન ઊમટે, તાર સદા એકતારો
…..દેયે દૂબળિયો ગેબી ગામડિયો,
મુત્સદ્દીને મૂંઝવનારો. મોભીડો…..

પગલાં માંડશે એને મારગડે, આડો ન કોઇ આવનારો;
…..ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઇ તો,
બોલીને નૈં બગાડનારો. મોભીડો…..

નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરુમાં આથડનારો;
…..કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઇ,
કાળને નોતરનારો. મોભીડો…..

આવવું હોય તો કાચે તાંતણે, બંધાઇ ને આવનારો;
…..નાવવું હોય અને નાડે જો બાંધશો તો,
નાડાં તોડાવી નાસનારો. મોભીડો…..

રૂડા રૂપાળા થાળ ભરીને, પીરસે પીરસનારો;
…..અજીરણ થાય એવો આર કરે નૈ કદી,
જરે એટલું જ જમનારો. મોભીડો…..

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારો;
…..અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં,
વણ તેડાવ્યો જાનારો. મોભીડો…..

સૌને માથડે દુઃખડા પડે છે, દુઃખડાંને ડરાવનારો;
…..દુઃખને માથે પડ્યો દુઃખ દબવીને એ તો,
સોડ તાણીને સૂનારો મોભીડો…..

કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;
સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો,
ડુંગરાને ડોલાવનારો. મોભીડો…..

ઓળખજે બેનડી એ જ એંધાણીએ,
એ મારા ખોળાનો ખૂંદનારો;
મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા,
ઘડપણને પાળનારો. મોભીડો…..

સુસ્વાગતમ્ મિત્રો,

આજે ખૂબ જ હર્ષ સાથે જણાવવાનુ કે આજે મનના વિશ્વાસના એક બીજા નવા ઘરનું શુભમૂહુર્ત થાય છે. અને આપ સર્વે અહીં પધાર્યા તે બદલ આપ સર્વેનો ખૂબખૂબ આભાર.આપ સર્વે મોંઘેરા મિત્રોનું આ સુલભ ગુર્જરીના ગુર્જર-જગતમાં હાર્દિક સ્વાગત છે.

સુસ્વાગતમ્

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે જી…

માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો…

આપજે રે…જી…
કેમ તમે આવ્યા છો ? …એમ નવ કેજે રે…,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો…

આપજે રે…જી…

વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો…

આપજે રે…જી…

કાગએને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે….,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો…

આપજે રે…જી…

-દુલા ભાયા કાગ

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).