Next Page »

 

જય શ્રીરામ મિત્રો,

          આજે છે ચૈત્રી સુદ નોમ. આજનો દિવસ તો શ્રીરામ ભગવાનનો જન્મદિવસ.એટલે રામનવમી.રામનવમી વિશેની વધુ જાણકારી માટે ગત વર્ષે રજૂ કરેલ રચનારામનવમીરામ રમે સોગઠે રે…..   જરૂરથી માણજો.વળી શ્રીરામ ની વંશાવલી પણ જરૂર જાણશો.

            વળી આજે છે ૨૪મી માર્ચ પણ આજે છે વિશ્વ ક્ષય દિન. આ માટૅની વિગતવાર માહિતી માટે ગત વર્ષની આ રચના વિશ્વ ક્ષય દિનઅંધશ્રદ્ધા નો ક્ષય….. ‘સૂફી’ પરમાર જરૂરથી આપ જોશો તેવી આશા છે.કારણકે આ રોગ પ્રત્યેની જાગૃતિ જ આપણને સુરક્ષા બક્ષી શકે છે અને આપણું ભાવિ સુખમય રાખી શકે છે.તો ચાલો આજે માણીએ આ લોકપ્રિય ભજન…

 

 

 

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

 

સીતારામ સીતારામ,

ભજ પ્યારે તુ સીતારામ.

કૌશલ્યાના પ્યારા રામ,

દશરથના દુલારા રામ.

 

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

અયોધ્યાના રાજા રામ,

હનુમાજીના વહાલારામ.

લક્ષ્મણજીના સાથી રામ,

ભરતજીના બંધુ રામ.

 

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

રાત્રે નિદ્રા દિવસે કામ,

ક્યારે ભજશો સીતારામ?

સીતારામ સીતારામ,

ભજ પ્યારે તુ સીતારામ.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ધુળેટી.આજે રંગોત્સની સાથે સાથે છે અમારા ગુરુજી શ્રી પુરૂષોત્તમદાસ લાલજી મહારાજનો આજે જન્મદિન પણ છે.તો ગુરુજીને કોટિ કોટિ વંદન સહ જન્મદિનની શુભકામનાઓ.હાલમાં તેઓ હયાત નથી પરંતુ તેમ છતા આજે પણ તેમની અનુભૂતિ થાય છે અને તેમના આશીર્વાદ અમ સૌ ભક્તો પર વરસતા રહે છે.તો આ પ્રસંગે ગુલાલની છોળો સાથે સાથે ચાલો ભક્તિના રંગે પણ રંગાઈ જઈએ.ખાસ આ ભજન ગુરુજીને અર્પણ.

 

 

 

સવારી રે ચડી સનાતન સંતની-ટૅક

 

કરવાં એને ભારતનાં કલ્યાણ રે, વનથળના વાસી. સવારી રે

 

કપરા કૂડા કળી કાળમાં, તપોબલના ઊગ્યાં આભે ભાણે રે

                           વનથળના વાસી. સવારી રે

નેજા ફરકે સનાતન ધર્મના, સંસ્કૃતિની ઝળકે જીવન જ્યોત રે

                                                વનથળના વાસી. સવારી રે

બિરદ શોભાવ્યું ગુરૂદેવનું, તિમિર ટાળી પાડ્યો જગપ્રકાશ રે

                                                વનથળના વાસી. સવારી રે

 

હાકલ વાગે પુરૂષોત્તમલાલની

                               અનોખા શોભે કાંઈ શાદળા કેરા પંથ રે

                                                વનથળના વાસી. સવારી રે

 

શાપર સૌરાષ્ટ્ર જન્મ ભોમકા,

                                વનથળ ગામને વગડે કીધો વાસ રે,

                                                વનથળના વાસી. સવારી રે

 

ઉજ્જ્વળ કીધી રેવાબાની કૂખને,

                                દિપાવ્યા છે કંઈ બાપુ વિશ્વનાથ રે,

                                                વનથળના વાસી. સવારી રે

 

કર જોડી વિનવે ખોડુભા આપને,

                                કરજો બાપું ગાંગડ ગામમાં વાસ રે,

                                                વનથળના વાસી. સવારી રે

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે તો ભાદરવા સુદ દશમ.આજે રામદેવ પીરની નવરાત્રિની પૂર્ણાહુતિ અને આજે છે રામદેવપીરનો મેળો. માફ કરજો કે અભ્યાસમાં અને એનેટોમી ડિપાર્ટમેન્ટમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાના હોવાથી અત્યંત વ્યસ્ત રહેવાથી આજે છેલ્લા દિવસે રામદેવપીરનું એક ભજન રજું કરું છું આશા છે કે આપ સર્વેને તે ગમશે. વળી રમઝાન માસ પણ શર થઈ ગયો છે અને આપણા દુંદાળા દેવ ગણપતિ પણ હવે વિદાય લેવાના છે તો ગણપતિ બાપા મોરિયા…!!! આ ગીતને સાંભળીને શબ્દો લખેલ છે જેથી તેમાં ભૂલ હોય તો આ ગીતને સાંભળી મને જાણ કરવા વિનંતી છે.. ગત વર્ષે રજુ કરેલ રામદેવપીરનો હેલો અને ખમ્મા મારા હિંદવાપીરને પણ ફરી જરૂર માણશો.આપના પ્રતિભાવની અપેક્ષા સહ…

 

 

 

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

પ્રગટ્યો રે સુરજ, કરુણા કીધી,

ગાયું ના દુખડા આર્યાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

હે વાણિયાની બેડલી બૂડવા ને લાગી,

ત્યારે અલખધણીને સંભાર્યાજી(?),

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

હે અગમદેવના વાજા રે વાગ્યા,

ત્યારે સમદરમાંથી ચાલ્યા જી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

હે સોનલા ચાકડી ને રૂપલાની પાવડી,

રૂમઝુમ રૂમઝુમ આવ્યા જી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર.આજે છે મિત્ર-દિન.મિત્ર, દોસ્ત, ભાઈબંધ, ભેરું, સખી, સહેલી વગેરે નામોથી આપણે જેમને નવાજીએ છીએ તે કે જે આપણા જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે તેમને આજે આપણી આ લાગણીઓનો અહેસાસ કરાવવાનો દિવસ.આ જગમાં કદાચ મિત્ર જ એક એવો સંબંધ છે કે જે માનવ જાતે બનાવે છે.જે કદાચ કોઈને પણ ન કહી શકાય તે વાતો પણ ખુબ જ સરળતાથી આપણે તેની સામે વ્યક્ત કરીએ છીએ.બસ આપણે સૌ જાણીએ જ છીએ મિત્રની અગત્યતા એટલે વધુ પડતું ભાષણ નહી આપું, પણ આપણા પુરાણોમાં જોઈએ તો આવી અજોડ મૈત્રી માટે કૃષ્ણ સુદામાની જોડીનું નામ જરૂર યાદ આવે જ, તો પ્રેમાનંદના પુસ્તક સુદામા ચરિત્રમાંથી કૃષ્ણ સુદામા મેળાપ પરનું આ ગીત ખરેખર એ જોશ અપાવી જાય છે કે સાચી મિત્રતાને ક્યારેય તોડી શકાતી નથી.તો વધું ન કહેતા માણો આ ગીતને, અને આપનો અમુલ્ય અભિપ્રાય આપશો ને… આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેશો.

                અને હા ગત ૨૯મી જુલાઈએ આપણા ગુજરાતી સંગીતકાર ક્ષેમુભાઈ દીવેટીયાનું નિધન થયું હતું કે જેમને હાલમાં જ અવિનાશ વ્યાસ એવોર્ડ પણ એનાયત થયો હતો.વળી ૩૦મી જુલાઈએ એવા જ એક ગીતકાર મોહમ્મદ રફીની પણ પુણ્યતિથિ હતી.તો એ બંને ને ભાવભીની શ્રદ્ધાંજલી.માફ કરશો કે જેતે દિવસે તેમને લગતી પોસ્ટ રજુ નથી કરી શક્યો કારણકે અત્યારે રહેવા,ખાવાની સગવડ તથા કામના ભારણ અને વેતન વધારાની માંગને લઈને અમે ગુજરાતના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરેલ છે,જેની વિગત આપ બ્લોગ http://gardgujarat.blogspot.com પર જોઈ શકશો જેના લીધે સમય મળી શકતો નથી તો તે બદલ દરગુજર કરશો.

  

 

સ્વર અને સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

 

 

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

 

દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે

 

હે…. વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ
રાણી રુખમણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત
સુદામો જુએ પ્રભુની વાટ

 

આવે શામળિયો સામેથી દોડી દોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

 

સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે

 

હેવ્હાલો માંગી માંગી ખાય
ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય
એવું શું છે તાંદુલ માંહ્ય

 

માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

 

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ગત વર્ષે આજ દિન પર રજુ થયેલ આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી…..રાજીવ ગોહિલ પણ જરૂરથી માણજો.

Next Page »

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).