Next Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૨૬મી જાન્યુઆરી.આજે તો છે આપણા બંધારણના અમલીકરણનો દિન એટલે કે આપણો ગણતંત્ર દિન... ૧૯૫૦ના આજના દિને આપણું બંધારણ અમલમાં આવ્યું અને આજે જે લોકસભા, રાજ્યસભા, સંસદનું સંવિધાન ચાલે છે તેનો પાયો નંખાયો હતો માટે તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે.તો ચાલો આજે પ્રજાસત્તાક દિન પર માણીએ ઉમાશંકર જોશીની સર્વોત્તમ રચના અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહઅને ગત વર્ષે રજૂ કરેલ શ્રી રમણલાલ સોનીનો એક સ્વાનુભવ પણ જરૂરથી વાંચજો

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું…..

 

અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું…..

 

ધન્ય ધરા , કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો ચિત્ત ઉપાસી . હું….

 

અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર રહો પ્રકાશી . હું….

 

ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.

હું ગુર્જર ભારતવાસી.

ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૫મી ઓગસ્ટ.સને ૧૯૪૭માં સ્વતંત્ર થયેલા આપણા આ દેશને આઝાદ થયે ૬૨ વર્ષ પૂર્ણ થઈ ગયાઆને ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે દર વર્ષની જેમ આજે પણ શું માત્ર આપણે ધ્વજવંદન કરીને જ કે માત્ર દેશભક્તિના ગીત જ સાંભળીને મનાવશું.કંઈ એવું ન કરીએ કે જેથી દેશદાઝ માત્ર આ દિવસ પૂરતું સિમિત ન રહેતા સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહે તેની કાળજી લઈએ.અને ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે કલ્પેલા આપણા આઝાદ દેશની આ ઝાંખી કરાવતી અને સ્વતંત્રતાના મૂલ્યો અને આદર્શો સમજાવવાની સાથે યોગ્ય રાહ ચીંધતી શ્રી ઉમાશંકર જોશીની આ રચના ખરેખર આપ સૌના દિલને પણ સ્પર્શી જશે.તો ચાલો માણીએ આ રચના.અને આપના અમૂલ્ય પ્રતિભાવની રાહ જોઈશ…!!! ગત વર્ષે રજુ કરેલ   जन गण मन…. રવિન્દ્રનાથ ટાગોર  वन्दे मातरम्….. બંકીમચંદ્ર ચટ્ટોપાધ પણ જરૂરથી માણજો.

 

 

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
હીન સંકલ્પ હજો કદી મન.

 

હૈયું કદીયે હજો હતાશ.
વાણી નિષ્કારણ હો કઠોર.
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે.
ને આંખમાંના અમી ના સૂકાય.

 

ભોમકા ગાય વસૂકી શી હો.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી.
બને યુવાનો અકાલ વૃદ્ધ.
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.

 

તે પંગતે હો સહુથી છેલ્લા.
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો તે,
સત્તા તણા રે! પુરોહિતો બને.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૧૧મી જુલાઈ.એટલે કે વિશ્વ વસ્તી દિન.આજના દિન પર વધું નહી કહું કારણકે આપણે સૌ આ સમસ્યા વિશે જાણીએ છીએ જ અને ગત વર્ષે મેં મારું એક આ સમસ્યા પરનું સપનું કહ્યું હતું તે પણ યાદ હશે જ અને ન હોય તો ફરી મમળાવી લેશો.અને હવે પી.જી. શરૂ થવાથી બહુ જ વ્યસ્ત રહેવાય છે વળી મન પાસે પણ કોમ્પ્યુટર ન હોવાથી તે પણ મળી શકતી નથી.તો તે માટે માફ કરશો અને આપ સર્વે મિત્રો/વડીલોના બ્લોગ પર મુલાકાત લેવાનું ઓછું થાય છે પણ સમય મલ્યે હું મળતો રહીશ જ…આશા છે આપ સર્વે મને સાથ સહકાર આપતા રહેશો.તો ચાલો આજે માણીએ ઉમાશંકર જોશીની આ એક અમર રચના…આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.

 

 

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

 

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

 

વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

 

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

 

ગત વર્ષે આજ દિન પર રજુ થયેલ રચના - વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો…..મણિલાલ દેસાઈ

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ફાગણ વદ ચૌદશ.તમે કહેશો કે વળી હિતેશ બોરિંગ કોઈ નવો દિવસ લાવ્યો,ના બાબા ના, આટલા સુંદર વસંતઋતુના મોસમમાં આપને બહું બોર તો ન કરાય ને, અને પ્રણયની આ ઋતુમાં કુદરત પણ વૈભવી જાજરમાન શણગાર સજીને બેઠી હોય,આંબાડાળૅ હવે મોર બેસી ગયા છે અને કોયલના ટહુકાઓ ક્યારના સાદ પાડી રહ્યાં છે તો હિતેશ આ મહામુલા ફાગણને કેમ ભુલી જાય અને હવે જ્યારે આ ફાગણ જઈ રહ્યો છે અને ચૈત્ર મહિનો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે શ્રી ઉમાશંકર જોશીની આ રચના યાદ આવી ગઈ અને સાથે આ ગીત સ્વર સાથે પણ મળી ગયું તો પછી આ ગીતને ન મુકીએ તો કેમ ચાલે? તો ચાલો માણીએ આ ગીતને…અને હા આપનો ફાગણ કેવો વીત્યો તે જણાવશો ને,અને મનના વિશ્વાસ પરની ફાગણની ઉજવણી કેવી લાગી તે પણ જરૂર જણાવશો. 

અને હા મિત્રો આજે એક સચોટ અને વેધક લખાણ લખનારા અને અનેક નવલકથા અને સાહિત્યનું સર્જન કરનારા શ્રી ચંદ્રકાંત બક્ષીની આજે પુણ્યતિથિ છે તો તેમને ભાવભીની શ્રદ્ધાંજલી.અને આ પ્રસંગે ૨૦૦૬માં લયસ્તરો પર મુકેલ બક્ષી હવે નથી રહ્યાં મમળાવવી આપને જરૂર ગમશે. 

 

 

 

gori-no-fagan

(ભીંજાતી મેં અહીં ખડી રે લોલ. )

સંગીત :- ભાઇલાલભાઇ શાહ
સ્વર :- પ્રણવ મહેતા, બીના મહેતા
આલ્બમ:- ગોરી મોરી

 

 

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

 

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

 

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

 

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

 

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

 

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે લોલ.

Next Page »

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).