Next Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૨૬મી ફેબ્રુઆરી એટલે કે આપણા અમદાવાદનો ૬૦૦મો જન્મદિવસ.તો આપણા બધા તરફથી અમદાવાદને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.ગત વર્ષે આપને વાયદો કરેલ કે અવિનાશ વ્યાસનું ગીત અમે અમદાવાદી સંભળાવીશ તો આજે બસ ગીત લઈને આવ્યો છું, અને ગીત સાંભળીને સૌ અમદાવાદી ગર્વથી કહેશે અમે અમદાવાદીઅમદાવાદ વિશે તો કહીએ એટલું ઓછું અને ગુજરાત નહી સમગ્ર વિશ્વમાં પણ અમદાવાદનું સ્થાન અનેરું છે.અને આજે માટૅ સાબરમતીના રિવરફ્રન્ટ પર ભવ્ય પ્રોગ્રામ આયોજવામાં આવેલ છે અને વળી એક દોડનું પણ આયોજન કરવામાં આવેલ છે.તો ચાલો વધું સમય લેતા માણીએ અમદાવાદની ભવ્યતા.. અને આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે.અને ગત વર્ષે રજૂ કરેલ રચના હું અમદાવાદનો રિક્ષાવાળો જરૂરથી માણશો.

 

 

 

અમે અમદાવાદીઅમે અમદાવાદી
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પહેલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ઠુંકડો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

સમાજવાદીકોંગ્રેસવાદીશાહીવાદીમુડીવાદી….
નહિ સમિતિનહિ કમિટિનહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની કોઇ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાનીઆતો કહિ નાખી એકાદી

ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી જાન્યુઆરી.આપણો પ્રજાસત્તાક દિન.તો આ વર્ષે એક ટીવી ચેનલના કોન્ટેસ્ટમાં વિજેતા બનતા એક રાષ્ટ્રધ્વજ ઈનામરૂપે મળ્યો છે જેને ખૂબ જ આદરપૂર્વક લહેરાવ્યો અને તેને સલામી આપતા અવિનાશ વ્યાસનું આ ગીત યાદ આવી ગયું.જેમાં આપણા ઝંડાને ખૂબ ઊંચે લહેરાતો દેશની પ્રગતિની કામના કરેલ છે.જે અગાઉ રજુ થયેલ પણ આજે તે સુર સાથે મળેલ હોવાથી ફરી રજું કરું છું.

indian-flag

 

જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઇ ને મગન, લહેરા.. જા….

ફૂંકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા…. જા…..
જા રે ઝંડા જા ….

શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા…. મા….
જા રે ઝંડા જા

દિવાલ થઇને ઉભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ ઠળે

આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા….
જા રે ઝંડા જા ….

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ગઈ કાલે ૨૯મી નવેમ્બરે હતી આપણી લોકપ્રિય રેડિયો ચેનલ વિવિધભારતીની વર્ષગાંઠ.સાચુણ કહુ તો આ રેડીયો ચેનલે જ સતત મારા હૃદયમાં ગુજરાતી ગીતો,સાહિત્ય-જગતને જીવંત રાખવામાં ઘણો ફાળો આપ્યો છે.જ્યારથી સમજણૉ થયો ત્યારથી આ વિવિધભારતીને સાંભળ્તો આવ્યો છું.અત્યારે લગ્નસરાનો સમયગાળો ચાલે એ ત્યારે ગવાતા ફટાણાં કદાચ પહેલીવાર આમાં જ સાંભળેલા.અને ગઈકાલે મારી પિતરાઈ બહેનના લગ્ન હતા તો એક ગીત યાદ આવતું હતું જે જો કે વરપક્ષ તરફથી ગવાય છે કે ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી…અને આવું જ પરંતુ અત્યારની બદલાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને આપણા કવિમિત્ર રમેશ પટેલઆકાશદીપેપણ આવી જ એક રચના બનાવી મોકલેલ છે તો માણૉ બંને રચનાને એક સાથે.

હવે આપે બતાવવાનું છે કે આ ભાભીએ શું થવું વરણાગી કે ગામડાની ગોરી…?

gamda_gori

 

ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

નવી ફેશનની ધૂન બધે લાગી,

નવી ફેશનની ધૂન બધે લાગી,

ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

વરણાગી વીરાની વરણાગી વહુ બનો,

થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,

મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,

ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાણી લલનાઓ જાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

……………………………..

અવિનાશ વ્યાસ

varanagi_vahu

ઓ ભાભી તમે(૨)
થોડા થોડા થાજો ગામડાના ગોરી
ફેશનની દુનિયા દીઠી નઠારી
નિત નવા નખરાથી લોભાવે નારી
એના સંગમાં(૨)
જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)

દૂર દર્શને ચમકીલી ફેશન ગાજશે
ભપકાથી ભોળવી હળવે ખંખેરશે
દેખાદેખીના જમાને(૨)
ભૂલી ઉમ્મર ના જાશો જોતરાઇ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામાડાનાં ગોરી

જાહેરાતનો જમાનો જગને ભરમાવશે
જલસા બતાવી જીવડાને બાળશે
ભોળા ભાઈને(૨)
આંખે રમાડી દેજો ના ભરમાવી, ઓ ભાભી તમે(૨)

નિત નવા સ્વાદોના ચટકાથી ચેતજો
દવાનાં બિલોના ઢગલા ના ઢાળજો
ઘરની રસોઇની માયા(૨)
જોજો ભૂલી ના જાય મારા ભાઈ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી

ભાઈ મારા છે ભોળા ભાભલડી
દેશે પગારની હાથમાં થોકલડી
સંભાળજો સાચવીને(૨)
ઉધારના શોખે દોડે ના ખોટે પાટે ગાડી, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં થાજો..રહેજો ગામનાં રે ગોરી

…………………………………………
રમેશ પટેલ(આકાશદીપ)

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૮મી સપ્ટેમ્બર.આપણી સૂરીલી અને કોકીલ કંઠીલ હ્ર્દય સામ્રાજ્ઞી એવી શ્રી લતા મંગેશકરનો આજે જન્મદીન છે.અને વળી જોગાનુજોગ આજે છે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર.એટલેકે World  Heart Day વિશ્વ હૃદય દિન છે. કેવો અદભૂત સંગમ…આજે દોડધામભરી જીંદગીમાં લોકો સતત માનસિક અને શારીરિક તાણ અનુભવી રહ્યા છે જેથી પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપતા નથી. અને પરિણામે હૃદયરોગના દર્દીઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. કહેવાય છે કે ૨૦૧૦માં દુનિયાના ૬૦ ટકા હૃદયના દર્દીઓ ભારતમાં હશે.માટે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારને World  Heart Day તરીકે ઉજવવામાં આવે છે.દર વર્ષે તેની અલગ અલગ થીમ હોય છે. આ વર્ષની થીમ છે Know your risk”  રાખવામાં આવી છે.આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં હૃદયરોગ અંગે જાગૃતિ કેળવવાનો છે.માટૅ આજથી વધારે પડતા જંકફૂડ, મીઠા નો ત્યાગ તથા લીલા શાકભાજી અને ફ્રૂટનો ખોરાકમાં સમાવવા સાથે કસરત અને યોગાસનોને પણ પોતાના રૂટીનમાં ઊમેરવું પડશે. વળી કાલે આપણા ગાયક મહેન્દ્ર કપૂરનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે તો આજે પ્રસ્તુત છે કવિ અવિનાશ વ્યાસનું લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ ગીત…

 

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

…………………………………………………

ફરમાઇશ કરનાર મિત્ર : હર્ષિલ ભટ્ટ

Next Page »

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).