Next Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ફાગણ સુદ પુનમ એટલેકે હોળી. વળી આજે છે ૨૮મી ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પણ.વળી ગઈકાલે હતી ઈદ-એ-મિલાદ.આમ હમણાં તો તહેવારોનો મેળો ભરાયો છે અને આ તહેવારો જ તો છે કે જે આપણી જિંદગીમાં એકબીજાને નજીક લાવે છે ખુશીઓ છલકાય છે અને પ્રેમ સર્વત્ર પ્રસરે છે.

ગત વર્ષે જો કે હોળી પર કુદરતી રંગો બનાવવાની રીત આપી જ હતી પણ આ વર્ષે ફરીવાર તેની મુલાકાત લઈ એ રીત નોંધી લેજો તથા સાથે સાથે મારી મિત્ર મન ની રચના રંગીલી આવી આ હોળી આવી…..“મન પણ માણજો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો તેવી આશ સહ…

                વળી વિજ્ઞાનદિવસની જાણકારી માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસમાનવી અને વિજ્ઞાન…..દિલીપ આર.પટેલ રચનાની મુલાકાત પણ જરૂરથી લેજો હોં ને…અને આજ પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ માલવ પતિ મુંજ ની આ રચના આશા છે આપ સૌને ગમશે…..  

 

 

 

 

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

યૌવન ? યૌવન એટલે શું ?

 

અરેરે ! યૌવન નથી સમજતાં !

 

શું મને થાય, ના સમજાય,

નિંદરમાંથી ઝબકી જવાય…(૨)

 

કોઈ સુંદર સાવરી સૂરત નિરખતાં,

મનમાં ખળખળ થાય,

ના સમજાય, ના સૂવાય

 

આમ થાય ત્યારે સમજી લેવું, આવી ગયો અનંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

આ ભ્રમર અને આ ફૂલ, એને પણ એક પ્રિત છે,

ફૂલની પાંખે ભ્રમર બીડાય, એવી પ્રિતની રીત છે.

 

સમજાવો મને દીપક ઉપર જલતો કેમ પતંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

તમને જોઈ તનમન નાચે, એવું થાય કેમ ?

કેમ કરી સમજાવું, એનું નામ પ્રેમ.

 

ચંદ્ર ને જોઈ ઉરસાગરમાં, ઉછળી રહે તરંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૨૮મી ડિસેમ્બર. આજે છે મહોરમ. મુસ્લિમો માટેનો એક માતમ અને શહિદ દિન.આજે પણ જ્યારે ધર્મના નામે લડાઈ અને આતંકવાદના નામે લેવાતા નિર્દોષ લોકોના ભોગને કારણે હૃદય દ્રવી ઉઠે છે કે શું આ માનવજાતની સર્વોચ્ચતા છે આના કરતા તો એ પશુ સારા કે જેઓ પરસ્પર હળીમળીને રહે છે, અને માનવ સિવાય કોઈ પણ પ્રાણી પોતાના વંશજ કે જાતિના પ્રાણી પર હુમલો ક્યારેય કરતા આજ દિન સુધી કોઈએ જોયા નથી.કોઈ પશુ ને પશુ થવા નથી કહેવુ પડાતું, પરંતુ માનવ ને કહેવું પડે છે કે માણસ થા…શું સાચે જ આપણી માનવતા ગુમાવી બેઠા છીએ. ના હજી પણ સમય છે , જાગ્યા ત્યારથી સવાર. ચાલો આજના દિને પ્રણ લઈએ કે હંમેશા ભાઈચાર અને પ્રેમ અને શાંતિથી રહીશું અને સમસ્યાને ઉકેલશું.આજે સાહિર લુધિયાનવીનું એક ફિલ્મ ફિર સુબહ હોગી નું ગીત  રજું કરું છું આશા છે આપ સૌને ગમશે.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે

 

 

 

 

वो सुबह कभी तो आयेगी, वो सुबह कभी तो आयेगी.

 

ईन काली सर्दीयों के सर से, जब रात का आचल ढलकेगा,

जब दुःख के बादल पिघलेंगे, जब सुख का सागर छलकेगा.

 

जब अंबर झूम के नाचेगा, जब धरती नगमे गायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

 

जिस सुबह की खातिर जुग जुग से, हम सब मर मर कर जीते है,

जिस के अमृत की बूंद में, हम ज्ञहर के प्याले पीते है,

 

ईन भूखे प्यासे रुंहो पर, एक दिन तो करम फरमायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

 

माना के अभी तेरे मेरे अरमानो की किमत कुछ भी नही,

मिट्टी का भी है कुछ मोल मगर, ईन्सानो की किमत कुछ भी नही.

 

ईन्सानो की ईज्जत जब झूठे सिक्कोमें ना तोली जायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

રાધેકૃષ્ણ મિત્રો,

                આજે તો કેટલી બધી ખુશીઓનો દિવસ છે આજે છે ૨૧મી જૂન.એટલે મારા ખાસ મિત્ર વિશ એટલે કે આપના મનનો વિશ્વાસ અને સુલભગુર્જરીના હિતેશનો આજે જન્મદિન છે.વળી ગઈકાલે જ રીસફલિંગમાં વિશને પી.જી.માં  બી.જે.મેડિકલ કોલેજના એનેટોમી વિભાગમાં પ્રવેશ મળી ગયો છે અને તે હાજર પણ થઈ ગયો છે અને બસ નવા વર્ષના શરૂઆતે જ એક નવા કાર્યમાં જોડાવા જઈ રહ્યો છે.તો વિશને આજે તેના જન્મદિન પર આ પોસ્ટ ખાસ તેને જ અર્પણ.અને હા વિશને જન્મદિનની અને પ્રવેશ મેળવ્યા બંનેની દિલથી ખુબ ખુબ શુભેચ્છાઓ.આશા છે કે તે હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે અને હંમેશા કામયાબી તેના કદમ ચૂમે તેવી પ્રભુને અભ્યર્થના.અને હજી તેના માટે આ સરપ્રાઈઝ પુરુ નથી થતું.કારણકે આજે પાછૉ વિશ્વ સંગીત દિન પણ છે.અને આજે આ ગલે લગ જા ફિલ્મનું જે ગીત રજુ કરી રહી છું એ વિશનું ખુબ જ ગમતું ગીત છે અને આ ગીત તેણે રેડિયા પર કે કોઈ પણ પાર્ટી કે ફંકશન હોય તેને આ વગાડાયુ જ છે.અને તેના શબ્દો પણ ખુબ જ અસરદાર છે.અને મને તો હંમેશા કહે છે કે મન તારો અને મારો જરૂર કોઈ પાછલા જન્મનો નાતો હશે કે જેથી આપણી વચ્ચે આટલા સારા અને ગહન સંબંધો છે.તો આજે આ ગીત ખાસ તેના માટે જ વળી સંગીત દિન હોવાથી આ ગીતને સુર સાથે સાંભળી શકાય તે માટે આપ સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો. આપને તે માણવું ગમશે.અને આપ પણ વિશને શુભકામનાઓ આપી મારા સરપ્રાઈઝ ગિફ્ટને સાથ આપશો તેવી આશા… વળી આજે તો વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ પણ છે.આજે સાડા તેર કલાકનો દિવસ અને સાડા દસ કલાકની રાત્રી છે. તો આ લાંબા દિનનો લાભ લઈ ગયા વર્ષે વિશે રજુ કરેલી મારી રચના છે આ ગઝલ….“મન   પણ જરૂરથી જોજો…

 

 

तेरा मुजसे है पेहले का नाता कोई,

यूं ही नही दिल लुभाता कोई…(२)

 

जाने तु या जाने ना,

माने तु या माने ना…(२)

 

देखो अभी खोना नही,

कभी जुदा होना नही,

अब के यूं ही मिले रहेंगे दोनो,

वादा रहा ये ईस शाम का 

 

जाने तु या जाने ना,

माने तु या माने ना…(२)

 

तेरा मुजसे है पेहले का नाता कोई,

यूं ही नही दिल लुभाता कोई…(२)

 

अ अ आगे क्या है डेडी ?

मैं तो भूल ही गया…

 

वादे गये, बाते गई

जागी जागी राते गई,

चाहा जिसे मिला नही,

तो भी हमे गिला नही,

अपना है क्या, जिये मरे चाहे कुछ हो,

तुज़को तो जीना रास आ गया….

 

जाने तु या जाने ना,

माने तु या माने ना…(२)

 

तेरा मुजसे है पेहले का नाता कोई,

यूं ही नही दिल लुभाता कोई…(२)

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી ફેબ્રુઆરી એટલે કે આપણા અમદાવાદનો જન્મદિવસ.તો આપણા બધા તરફથી અમદાવાદને હેપ્પી બર્થ-ડે.અહમદશાહના નામ પરથી પડેલ નામ અમદાવાદ આજે પણ દરેક ગુજરાતીઓનું મુંબઈ કે ન્યુયોર્ક છેને આજે તો વિવિધ નામો જેવા કે કર્ણાવતી, માન્ચેસ્ટર કે મેટ્રોસીટી તરીકે ઓળખાતા આ અમદાવાદની શોભા તો અનેરી છે.કહે છે કે અહીના સસલાઓએ અહમદશાહના શિકારી કુતરાઓને પણ ભગાડ્યાં હતા.આવા અમદાવાદનો આજે જન્મદિન છે તો અમદાવાદના દર્શન કરાવતાં બે ગીત યાદ આવી જાય એક અવિનાશ વ્યાસનું અમે અમદાવાદી અને બીજું કિશોરકુમારે તેમના આગવા લહેકામાં ગાયેલું અને અસરાની પર ફિલ્માવેલું ગીત હું અમદાવાદનો રિક્ષાવાળો તો આજે ચાલો રિક્ષામાં જ આપ સૌને અમદાવાદ બતાવી દઉં આશા છે અમદાવાદથી દુર રહેતા મિત્રો પણ આ કલ્પનાસૃષ્ટીમાં વિહાર કરી લેશે..અને આપનો પ્રતિભાવ આપશો.

 

happy-birthday-ahmedabad

 

સ્વર - કિશોર કુમાર

 

હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…(૨)

 

એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,

અમદાવાદ બતાવું ચાલો…

 

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…

 

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,

જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…(૨)

અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,

અમદાવાદ બતાવું ચાલો…

 

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…

 

ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,

ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુખડા ટાળી,

જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવા વાળો,

અમદાવાદ બતાવું ચાલો…

 

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…

 

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,

અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે…(૨)

દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,

અમદાવાદ બતાવું ચાલો…

 

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…

 

કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,ભાઈ રિક્ષા કરતા ભાડે,

એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,અલ્યા મીઠો ઝઘડો માણે,

પણ એક બ્રેકના ફટકે…પણ એક બ્રેકના ફટકે કેવો કરીએ મેળ રૂપાળો,

અમદાવાદ બતાવું ચાલો…

 

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસો નવ્વાણું નંબરવાળૉ,

અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…

 

અમદાવાદઅમદાવાદઅમદાવાદઅમદાવાદ 

Next Page »

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).