આજે તો ભાદરવા સુદ દશમ.આજે રામદેવ પીરની નવરાત્રિની પૂર્ણાહુતિ અને આજે છે રામદેવપીરનો મેળો. માફ કરજો કે અભ્યાસમાં અને એનેટોમી ડિપાર્ટમેન્ટમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાના હોવાથી અત્યંત વ્યસ્ત રહેવાથી આજે છેલ્લા દિવસે રામદેવપીરનું એક ભજન રજું કરું છું આશા છે કે આપ સર્વેને તે ગમશે. વળી રમઝાન માસ પણ શર થઈ ગયો છે અને આપણા દુંદાળા દેવ ગણપતિ પણ હવે વિદાય લેવાના છે તો ગણપતિ બાપા મોરિયા…!!! આ ગીતને સાંભળીને શબ્દો લખેલ છે જેથી તેમાં ભૂલ હોય તો આ ગીતને સાંભળી મને જાણ કરવા વિનંતી છે..ગત વર્ષે રજુ કરેલ રામદેવપીરનો હેલો અને ખમ્મા મારા હિંદવાપીરને પણ ફરી જરૂર માણશો.આપના પ્રતિભાવની અપેક્ષા સહ…
આજે છે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ.અક્ષયતૃતિયા.તો ચાલો આ અક્ષયતૃતીયા વિશે પણ થોડું જાણીએ.અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નામકરણમાં બે શબ્દો છે, અક્ષય અને તૃતીયા. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય નથી થતો અને તૃતીયા એ તિથિ ક્રમ છે. અક્ષય એટલે જે વસ્તુ કે અવસ્થાનો કયારેય નાશ- ક્ષય ન થઇ શકે તે અવસ્થા. ક્ષય તેનો નથી થતો જે સર્વદા સત્ય છે. હિંદુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઇશ્વરીય તિથિ- સ્વયંસિદ્ધિ અભિજિત મુહૂર્ત છે. જે દિવસે તમામ માંગલિક કાર્યોમુહૂર્ત જોયાં સિવાય થઇ શકે છે.અક્ષય તૃતીયા એટલે જે દિવસે કરવામાં આવેલ દાન-પુણ્ય-ધાર્મિક કાર્યો-સત્કાર્યોનાં પુણ્યનો કયારેય ક્ષય ન થાય તેવી તિથિ.અતિથિ સત્યયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ તિથિ કહેવાય છે. અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર અને બુધવાર હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી રોહિણી નક્ષત્રમાં શિવની પૂજા કરી જળના ઘડાનું દાન કરનાર શિવલોકમાં પૂજાય છે.
વિષ્ણુ ધર્મોત્તરમાં જણાવ્યા અનુસાર આજે વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. ભગવાન વિષ્ણુના અવતરણના આ દિવસે ભગવાન વિષ્ણુને ઉત્તમ સાથવો ધરાવી, અક્ષતનો હોમ કરી બ્રાહ્મણો-ભૂદેવોને ઉત્તમ સાથવો તથા પકવાન દાન કરવાથી સર્વતૃતીયાનું ફળ પ્રાપ્ત થાય છે.
અક્ષય તૃતીયાના પર્વ કાળે ઉનાળો તેના યૌવન પર હોવાથી આ પર્વે જળ, પંખા, ચરણપાદુકા, છત્રી વગેરેના દાનનું પણ વિશેષ મહાત્મ્ય છે. જગતનો તાત ખેડૂત પણ તેનું કામ-ખેતીકામ આજના દિવસથી શરૂ કરતા હોવાથી તરસ્યા લોકો અને તરસી ધરતી માટે અતિ આવશ્યક જળ હોવાથી માનવીને માટે પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણી માટે હવાડા બનાવવા પણ પુણ્યનું કાર્ય મનાય છે.
દેવાધિદેવ મહાદેવજીના પ્રિય ગોરખનાથજીનું કથન પણ છે જ કે સાધક જુનો હોય કે નવો, અનુભવી હોય કે બિનઅનુભવી કે પછી ઉચ્ચારણ માં પણ નવો સવો હોય અર્થાત્ સાધકનું ઉચ્ચારણ પણ પૂરેપૂરું શુદ્ધ ન હોય તો પણ તેને અક્ષય તૃતીયાના દિવસે કરેલ પૂજનનું શુભફળ અવશ્ય મળે છે.
ઐશ્વર્યની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કòપા મેળવવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જે શ્રદ્ધાળુ ભાવિકને ત્યાં લક્ષ્મી ટકતી ન હોય સ્થિર ન રહેતી હોય તેમણે લક્ષ્મી પ્રાપ્ત કરવા તથા લક્ષ્મીની ચંચળતા સદાકાળ માટે સ્થિર કરવા તથા દુ:ખ દરિદ્ર દૂર કરવા અક્ષય તૃતીયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત્ સ્વરૂપ પ્રકૃતિના વરદાન એકાંક્ષી નાળિયેરનું વિધિવત્ સ્થાપન કરી અર્થાત્ ઘરના ઇશાન ખૂણામાં બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું વસ્ત્ર (આસન) બિછાવી સ્નાન-આદિ વિધિ પશ્ચાત્ અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરી આસન પર એકાંક્ષી નાળિયેર સ્થાપિત કરી તેના પર ચંદન-કંકુ પધરાવી, એકાંક્ષી નાળિયેરની ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલા શ્વેત અગર પીળા રેશમી વસ્ત્ર પર મંત્ર લખી ગંગાજળ-પુષ્પ-અક્ષત તથા નૈવેધ મૂકવાં. મંત્ર લેખન પહેલાં દીપ-ધૂપ અવશ્ય લખી પ્રગટાવવાં તેમજ મંત્રની ત્રણ માળા કરી મંત્ર જાપ કરવાં…આ મુજબની પૂજનવિધિ પછીના બીજા દિવસે પ્રાત:કાળે સ્નાનાદિથી શુદ્ધ-પવિત્ર થઇ એકાંક્ષી નાળિયેર પર ૧૨૦ ગુલાબનાં ફૂલો ચઢાવવાથી આ એકાંક્ષી નાળિયેર સિદ્ધ થયું ગણાય છે. આ સિદ્ધ એકાંક્ષી નાળિયેરને નિત્ય પૂજા સ્થાને સ્થાપિત કરવું જેનું નિત્ય પૂજન કરનાર સર્વે સાધકોને લક્ષ્મી પ્રાપ્તિ-સ્થિરતા-સુખાકારી-સમૃદ્ધિમાં વધારો થવાના અનુભવે આનંદની પ્રાપ્તિ થાય છે. અલબત્ત લક્ષ્મી પ્રાપ્તિ માટે દીપાવલીના સમયે લક્ષ્મીપૂજનની પરંપરા જે ચાલી આવે છે તે તો યોગ્ય-ઉચિત જ છે પરંતુ લક્ષ્મીને સ્થિર કરવા માટે સદાકાળ માટે સ્થિર કરવા માટે તો અક્ષય તૃતીયાનું પર્વ જ શ્રેષ્ઠ સમય ગણાય છે.
વળી અક્ષય તૃતીયાનો દિવસ ભારતભૂમિમાં વિવિધરૂપોએ ઉજવાય છે તો ચાલો એ વિશે પણ જાણકારી મેળવીએ.આજનો દિન સર્વત્ર પરશુરામ જયંતીના પર્વ મહોત્સવ રૂપે ભવ્ય યાત્રા સાથે ધામધૂમથી ભારે દબદબાપૂર્વક ઊજવાય છે.અને ચારધામના ઉલ્લેખનીય ધામમાં ભગવાન બદ્રીનારાયણનાં દર્શનનો માર્ગ આજે ખૂલતાની સાથે જ અક્ષય તૃતીયાએ બદ્રીનાથમાં દર્શનાર્થી ભકતોનો માનવ મહેરામણ છલકાય છે.આજે અહીં ભાવિકો શ્રદ્ધા-ભાવપૂર્વક ગંગાજળમાં સ્નાન કરી પુણ્યકાર્ય કરી કૃતાર્થ બનતાં હોવાથી અહીં બદ્રીનાથ વિસ્તારમાં આ તિથિ બદ્રીનારાયણ દર્શન તિથિ તરીકે મનાવાય છે. વર્ષમાં એક જ વાર થતાં શ્રી વિહારીજીનાં ચરણદર્શન પણ વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયના દિવસે જ થતાં હોવાથી આ દિવસે રાષ્ટ્રભરમાંથી ભાવિકો શ્રી વિહારીજીનાં ચરણ દર્શનાર્થે વૃંદાવન પધારે છે.
અયોઘ્યામાં આજે શ્રી ઠાકુરજીની વિશેષ અર્ચના થાય છે. વ્રજમાં આજે સ્ત્રીઓ વૈશાખસ્નાન કરી ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવી તે ગ્રહણ કરાય છે. તેમજ ગરુડ સહિત ગરુડ ગોવિન્દ ચંદન ચર્ચિત વિગ્રહનાં નિરાવરણ દર્શન પણ ફકત આજના દિવસે જ થાય છે.
યાત્રાધામ જગન્નાથપુરીમાં અષાઢી રથયાત્રા માટેના રથોના નિર્માણનું કાર્ય પણ આજથી જ પ્રારંભ થાય છે. ખેડૂતો દ્વારા ખેતરમાં બીજ રોપવાનો પ્રારંભ થાય છે. આજે અહીં ભવ્ય ચંદનયાત્રાનું પણ આયોજન થાય છે. બુદેલખંડમાં આજનું પર્વ પૌત્ર-પૌત્રઓનું પૂજન કરી સંપન્ન થાય છે, જે બાલિકાઓને અપરોક્ષ રૂપે સામાજિક જીવનની શિક્ષા આપે છે.
આજે મહારાષ્ટ્રમાં ત્યાં ચાલતો ‘હલ્દીરોરી’ નામનો ઉત્સવ સંપન્ન થાય છે તથા ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક સ્ત્રીને જબરદસ્તીથી હઠાગ્રહપૂર્વક તેમના પતિદેવના નામનું ઉરચારણ કરવા ફરજ પડાય છે.સ્ત્રી જો તેના પતિનું નામ દોહામાં ઉરચારે તો તેને ખાસ આગવી રીતે બિરદાવાય છે, જેને ત્યાં ઉખાણા તરીકે ઓળખાય છે.
ગુજરાતમાં આજે ઘટ, વસ્ત્ર, પંખા તથા અન્ન દ્રવ્ય આદિનું દાન કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ પીવાનાં પાણીની પરબ પણ શરૂ થાય છે. આજે ‘શ્રીનાથજી’માં ભગવાનને વિશેષ કરીને મલયગિરિ ચંદન, શીતળ સામગ્રી તથા મોતીનાં આભરણ ધરાવાય છે અને કીર્તન પણ ગવાય છે. રાજસ્થાનમાં એવી માન્યતા પ્રચલિત છે તે મુજબ આજના દિવસે કરેલાં લગ્ન ખંડિત નથી થતાં તેથી હજારોની સંખ્યામાં બાળ-લગ્ન પણ થાય છે.
આજનો દિન એટલે તો કોઈ પણ શુભ કાર્ય માટે વણજોયું મુહૂર્ત.અને આજે તો કહે છે કે સુવર્ણ ખરીદવા માટેનો સોનેરો દિવસ પણ અને ઘણા લોકો આજે કોઈ ચીજ-વસ્તું કે આભૂષણોની ખરીદી કરશે.પણ ચાલો આજે એક વધું સંકલ્પ કરીએ કે આજથી આપણે એક વધું સારો માણસ બનવા પ્રયત્ન કરીશુ.આડોશ-પડોશ,સગા સંબંધી કે સહકર્મીઓને બને તેટલા ઓછા નડતરરૂપ થઈશું,અને હંમેશા સત્કાર્ય કરવાની કોશિશ કરીશુ.વળી આજના દિવસે તો સદીયોથી કેટલાય લોકો લગ્નગ્રંથિથી જોડાયા હશે અથવા તો આજે જોડાવવાનાં પણ હશે.તો આવા શુભપ્રસંગે એક લગ્નગીત માણીએ તો કેવું ? પણ પછી આવા સારા પ્રસંગમાં આપણા નાના ભૂલકાઓને કેમ કરી ભૂલી જવાય વળી અત્યારે તો તેમનું વેકેશન પણ છે.તો આજે નાના-મોટાં સૌને ગમતું એક લોકગીત અહીં રજું કરું છું.પણ જ્યાં સુધી મને યાદ છે હજી આમાં છેલ્લે એક પંક્તિ ખૂટે છે જે મારી પાસેના ગીતમાં નથી પણ જેમાં કંઈક એવું આવે છે કે ‘ચતુર કરો રે વિચાર‘…અને આ પંક્તિ પરથી આ બાળગીત જેવું લોકગીત એક આધ્યાત્મ તરફ અને જીવનનાં અકળ સત્ય તરફ લઈ જાય છે.તો આપ સર્વે મિત્રો/વડીલોને વિનંતી છે કે આપને જો આ પંક્તિની જાણ હોય તો મહેરબાની કરીને મને જણાવશો.વળી આ ગીતને સુર સાથે માણવાની મજા પણ કંઈક ઓર જ છે,.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશોને…..
આજે છે ચૈત્ર સુદ પુનમ.આજે છે હનુમાન જયંતિ.હમણાં જ રામનવમી ગઈ અને હવે આવ્યો મહાબલી હનુમાનનો જન્મદિવસ.અને હનુમાનજી તો શ્રીરામના અનન્ય ભક્ત હતા અને તેમણે તો છાતી ચીરીને પ્રભુના દર્શન તેમના અંતરમાં કરાવ્યા હતા. અને આ વાતને જો મેડિકલ સાયન્સ પ્રમાણે કહું તો ઓપન હાર્ટ સર્જરી Open Heart surgery ના પ્રણેતા તેઓને કહી શકાય કદાચ તેમના પરથી પ્રેરાઈને જ આવી શસ્ત્રક્રિયા શક્ય બની.તો ચાલો પહેલા તેમની જન્મજયંતિ પર શ્રી હનુમાનજીની પૂજાવિધી પણ જાણી લઈએ.
આવ્રતની પૂર્વ રાત્રિએ બ્રહ્મચર્યપાલનપૂર્વક પૃથ્વી પર શયન કરવું. પ્રાતઃ કાળે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને શ્રીરામ તેમજ જાનકીજી તથા હનુમાનજીનું સ્મરણ કરી નિત્યક્રિયામાંથી નિવૃત્ત થઈ સ્નાન કરવું. હનુમાનજીની મૂર્તિ ની પ્રતિષ્ઠા કરી સવિધિ ષોડશોપચાર પૂજન - ‘ૐ હનુમંતે નમઃ’મંત્રથી કરવું. આ દિવસે વાલ્મીકિય રામાયણ અથવા તુલસીકૃત શ્રીરામચરિત માનસના સુંદરકાણ્ડનો કે શ્રી હનુમાન ચાલીસાનો અખંડ પાઠ કરવો જોઈએ. હનુમાનજીનાં ગુણગાન, ભજન અને કીર્તન કરવાં જોઈએ. શ્રી હનુમાનજીની મૂર્તિ ને સિન્દૂરથી શૃંગાર કરવો જોઈએ. નૈવેદ્યમાં ગોળ, પલાળેલા ચણા યા શેકેલા ચણા તથા બેસનનો લાડુ મૂકવો જોઈએ.
તો ચાલો આજે માણીએ હનુમાનજીનું આ એક લોકગીત જેમાં તેમની લંકાયાત્રાનું પણ વર્ણન કરેલ છે.અને હા મિત્રો આ ગીતને સુર સાથે જરૂર માણજો.અને આ ગીત સાંભળીને લખેલ છે તો જો તેમાં કોઈ ભૂલ કે ક્ષતિ હોય તો તે પણ જણાવશો.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો.
આજે આમ તો ચૈત્ર સુદઆઠમ છે પણ નોમનો ક્ષય હોવાથી બપોર બાદ નોમ ગણવામાં આવે છે.તો આજે છે ચૈત્રી નવરાત્રીનું છેલ્લું નોરતું અને વળી હવે બપોર થઈ ગઈ હોવાથી આજે રામનવમી પણ છે.રામનવમી એ સમગ્ર જગતને માટે એક સૌભાગ્યનો દિવસ છે કેમકે અખિલ વિશ્વપતિસચ્ચિદાનંદધન શ્રી ભગવાન આ દિવસે રાવણના અત્યાચારથી પીડાતી પૃથ્વીને સુખી કરવા અનેસનાતન ધર્મની મર્યાદાની સ્થાપના કરવા માટે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામના રૂપમાંપ્રકટ થયા હતા. અગસ્ત્થ સંહિતાઅનુસાર ચૈત્ર સુદ નોમના દિવસે પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્નમાં જ્યારે સૂર્યઅન્યાન્ય પાંચ ગ્રહોની શુભ દૃષ્ટિની સાથે મેષ રાશિ પર બિરાજમાન હતો ત્યારે સાક્ષાતભગવાન શ્રીરામનો માતા કૌશલ્યાના ગર્ભથી જન્મ થયો હતો.
શ્રી રામ અખિલ વિશ્વના એક પ્રાણારામ છે. સર્વવ્યાપી નારાયણ સૌના છે, સર્વમાં છે, સૌની સાથે સદા સંયુક્ત છે અને સર્વમય છે. જે પણ કોઈ જીવ તેમની આદર્શમર્યાદા - લીલા, તેમના પુણ્ય ચરિત્રનું શ્રદ્ધપૂર્વક ગાન, શ્રવણ અને અનુકરણ કરે છે, તે પવિત્ર હૃદયબનીને પરમ સુખને પ્રાપ્ત કરી શકે છે. શ્રીરામ સમાન આદર્શ પુરુષ, આદર્શ ધર્માત્મા, આદર્શ નરપતિ, આદર્શ મિત્ર, આદર્શ ભાઈ, આદર્શ પુત્ર, આદર્શ ગુરુ, આદર્શ શિષ્ય, આદર્શ પતિ, આદર્શ સ્વામી, આદર્શ સેવક, આદર્શ વીર, આદર્શ દયાળુ, આદર્શશરણાગત, વત્સલ, આદર્શ તપસ્વી, આદર્શ સત્યવાદી, આદર્શ દૃઢપ્રતિજ્ઞા તથા આદર્શ સંયમીહતા. જગતના ઈતિહાસમાં શ્રીરામની તુલનામાં એક શ્રીરામ જ છે. સાક્ષાત્ પરમપુરૂષપરમાત્મા હોવા છતાં પણ શ્રીરામે જીવોને સત્યપથ પર આરૂઢ કરાવવા માટે એવી તો આદર્શલીલાઓ કરી કે જેનું અનુકરણ સઘળા લોકો સુખપૂર્વક કરી શકે છે. શ્રીરામનો જન્મ દિવસચૈત્ર સુદ નોમ છે. સૌ શ્રીરામને સાક્ષાત્ ભગવાન અને પોતાના આદર્શ પૂર્વ પુરુષનારૂપમાં અવતરિત થયેલ માને છે.તો ચાલો આ રામનવમીના વ્રતની વિધી પણ જાણી લઈએ.
ચૈત્ર સુદ નોમને દિવસે ‘શ્રી રામનવમી’નું વ્રત હોય છે. આ વ્રત મધ્યાહ્નવ્યાપિની દશમી વિદ્યા નવમીએ કરવું જોઈએ. અગસ્ત્ય સંહિતામાં કહ્યું છે કે જો ચૈત્રસુદ નોમે પુનર્વસુ નક્ષત્ર યુક્ત હોય અને તે મધ્યાહ્નના સમયે તે રહે તો તે મહાનપુણ્યદાયિની હોય છે. પુનર્વસુ નક્ષત્રથી યુક્ત નોમની તિથિ સઘળીકામનાઓને પૂર્ણ કરનારી છે.અષ્ટમીવિદ્યા નોમ વિષ્ણુ ભક્તોએ છોડી દેવી જોઈએ. આ નોમના દિવસેવ્રત તથા દશમના દિવસે પારણાં કરવા જોઈએ. જે રામનવમીનું વ્રત કરે છે તેનાં અનેક જન્મોનાં પાપોનો નાશ થઈ જાય છે અનેતેને ભગવાન વિષ્ણુનું પરમપદ પ્રાપ્ત થાય છે. શ્રીરામનવમીના વ્રતથી ભક્તિ અને મુક્તિએ બંનેની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
શ્રીરામનવમીના દિવસે પ્રાતઃ કાળે નિત્યકર્મમાંથી પરવારી પોતાના ઘરના ઉત્તરભાગમાં એક સુંદર મંડપ બનાવી લેવો. મંડપના પૂર્વ દ્વાર પર શંખ, ચક્ર તથા શ્રીહનુમાનજીની સ્થાપના કરવી. દક્ષિણ દ્વાર પર બાણ, ધનુષબાણ તથા શ્રી ગરુડજીની, પશ્ચિમદ્વાર પર ગદા, ખડગ અને શ્રી અંગદજીની અને ઉત્તર દ્વાર પર પદ્મ, સ્વસ્તિક અને શ્રીનીલજીની સ્થાપના કરવી. વચમાં ચાર હાથ વિસ્તારની વેદિકા હોવી જોઈએ, જેમાં સુંદર તોરણબાંધેલું હોવું જોઈએ. આ પ્રકારની તૈયારી કરી મંડપની મધ્યે ભગવાન શ્રી સીતારામનેસ્થાપિત કરી વિવિધ ઉપચારોપૂર્વક યથાવિધિ પૂજન કરવું. તે પછી નીચે આપેલા મંત્રથીભગવાનની આરતી કરવી જોઈએ.
મંગલાર્થમહીપાલનીરાજનમિદંહરેI
સંગૃહાણજગન્નાથરામચન્દ્રનમોડસ્તુતેII
અર્થાત્ “હેપૃથિવીપાલક ભગવાન શ્રી રામચન્દ્ર આપના સર્વવિધમંગળને માટે આ આરતી છે. હે જગન્નાથ ! તેનો આપ સ્વીકાર કરો. આપને પ્રણામછે.”
ઉપરોક્ત શ્લોકના રટણ સાથે કોઈ શુદ્ધ પાત્રમાં કપૂર તથા ઘીની દીવેટોથીભગવાન શ્રી સીતારામજીની આરતી ઉતારવી જોઈએ. અંજલિમાં પુષ્પ લઈને આ પ્રમાણે પ્રાર્થનાકરવી જોઈએ. ‘દેવોના દેવ, શાર્ડુ, ધનુર્ધર, ચિન્મયા, અનંત રૃપ ધારણ કરનારા, સીતાપતિભગવાન શ્રી રઘુનાથજીને વારંવાર પ્રણામ છે’. મંદિરોમાં પણ ભગવાનને પંચામૃતસ્નાન, યથાવિધિ પૂજન તથા પંચાજીરી અને ફળોનોભોગ ધરાવી મધ્યાહ્નકાળમાં (બાર વાગે) વિશેષ આરતી અને પુષ્પાંજલિવગેરે કરવાની એક પરંપરા છે.
‘વ્રતાર્ક’ અનુસાર રામનવમીનો દિવસ સાંસ્કૃતિક પાવનતાનો એકચ્છત્રરામરાજ્યનો દિવસ છે.શ્રીરામ વિશ્વમૂર્તિછે, જ્ઞાનગમ્ય છે, સર્વાત્મા છે. તેમનાજીવનનો એક જ જીવનમંત્ર હતો - ‘ભૂમા વૈ સુખં નાલ્યે સુખમસ્તિ I’અર્થાત્ બધાની સાથેચાલવામાં જ સાચું સુખ છે, અલ્પમાં નથી. શ્રી રામનવમી આપણને એ સાંસ્કૃતિક સંદેશઆપે છે.પોતાને શુદ્ધ કરો, જ્ઞાનની સીમાનો વિસ્તાર કરો, આત્માની સાથે જવિશ્વાત્માને ઓળખો તથા સદ્ભાવ, સમભાવ અને સહજ ભાવે પોતાના જીવનને સફળ અને સાર્થકબનાવો. રામની ભક્તિમાં લીન થઈને રામ બની જાઓ. ‘શ્રી રામાર્પણ મસ્તુ’ સ્વયં આનંદિતરહીને બીજાઓને આનંદિત કરવા એ જ રામનું સાચું રામત્વ છે.
તો ચાલો આ શુભદિને આ સંકલ્પ કરીએ અને આજે માણીએ ભગવાન શ્રી રામની જીવનગાથા ગાતું એક સુંદર લોકગીત.આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે.…આ માહિતી માટે સંદેશનો આભાર.
આજે દેવદિવાળીના શુભ અવસરે આ ગુજરાતી બ્લોગ-જગતને ફરી એકવાર અપડેટ કરી મૂકી રહ્યો છું. આ માટે આપણા ઉર્મિબેનનો આભાર તો માનવો જ પડે કારણકે ઘણા બ્લોગ તેમણે એકત્ર કર્યા છે તથા મારા દરેક મિત્રો જેમણે મને આ એકત્ર કરવા મદદ કરી છે તેમનો આભાર માનું છું.હાં હજી તેમાં ઘણા બ્લોગના નામ ખૂટતા હશે.જો આપને જાણ હોય અથવા આપનો ગુજરાતી ભાષાના બ્લોગનો સમાવેશ કરવા માટૅ ગુજરાતી વેબ-જગત કોમેન્ટમાં લખવા વિનંતી છે, અને લગભગ મહિનાના અંતમાં તેને અપડેટ કરવાની કોશિશ કરીશ્.
મિત્રો આ તો માત્ર નમૂનારૂપે અહીં મૂક્યા છે.વધુ માટે જુઓ કવિવરમાં સુલભ ગુર્જરીના સુર. વળી મિત્રો સમ્યાંતરે અગાઉની પોસ્ટમાં પણ ધીરે ધીરે સુર ઉમેરાઈ રહ્યા છે જે યોગ્ય દિન પર રજૂ થયા હોવાથી ફરી પ્રસારીત કરવા મુસ્કેલ છે તો આપ આ શ્રેણીની મુલાકાત લેતા રહેશો એવી વિનંતી.
બાળકોમાં મોટાભાગે હૃદયની બિમારીઓને કારણે ઘણા મૃત્યુ થાય છે આ રોગનું જલદી નિદાન થાય તે માટે ગુજરાતમાં સરકાર દ્વારા
શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ પણ યોજાય છે અને આ પ્રોગ્રામમાં મેં ભાગ પણ લીધો છે અને આવા કેટલાય બાળકો ને આ
કાર્યક્રમ અંતર્ગત શાળા સંદર્ભ કાર્ડ દ્વારા તેમની તમામ સારવાર મફત કરી આપવામાં આવે છે .
આ ઉપરાંત કર્ણાટકામાં આવેલ શ્રી સત્ય સાંઈ ઈન્સ્ટિટ્યુટ ઓફ હાયર મેડિકલ સાયન્સ દ્વારા પણ બાળકો માટે હૃદયની બધી સર્જરી મફત કરી
આપવામાં આવે છે.વધું માહિતી માટે ફોટા પર ક્લીક કરો.
મિત્રો, આજથી એટલેકે ૨૩મી સપ્ટેમ્બરથી આપણા ગુજરાતમાં આવી રહી છે રેડ રિબન એક્સપ્રેસ.તો તેની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.તેનો કાર્યક્રમ નીચે ચિત્રમાં છે.તથા વધુ માહિતી માટૅ ફોટા પર ક્લીક કરો.
The entries posted on this site are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator. Contact : admin@sulabhgurjari.com