Next Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૨૬મી જાન્યુઆરી.આજે તો છે આપણા બંધારણના અમલીકરણનો દિન એટલે કે આપણો ગણતંત્ર દિન... ૧૯૫૦ના આજના દિને આપણું બંધારણ અમલમાં આવ્યું અને આજે જે લોકસભા, રાજ્યસભા, સંસદનું સંવિધાન ચાલે છે તેનો પાયો નંખાયો હતો માટે તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે.તો ચાલો આજે પ્રજાસત્તાક દિન પર માણીએ ઉમાશંકર જોશીની સર્વોત્તમ રચના અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહઅને ગત વર્ષે રજૂ કરેલ શ્રી રમણલાલ સોનીનો એક સ્વાનુભવ પણ જરૂરથી વાંચજો

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું…..

 

અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું…..

 

ધન્ય ધરા , કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો ચિત્ત ઉપાસી . હું….

 

અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર રહો પ્રકાશી . હું….

 

ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.

હું ગુર્જર ભારતવાસી.

ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી

જય શ્રીકૃષ્ણ મિત્રો,

            આજે છે ૧૪મી જાન્યુઆરી.આજે તો છે ઉત્તરાયણ.સૂરજદાદાનું ઉત્તર તરફ ગમન કહું કે મકરસંક્રાંતિ.પણ ખાસ ગુજરાતમાં કહું તો આજનો દિન એટલે પતંગ ચગાવવાનો દિવસ. અને બસ આ પતંગની માફક જ પોતાનો આનંદ આકાશમાં વહેવડાવવાનો દિવસ. અને પતંગના પેચ લડતા લડતા ક્યારે નયનોના પેચ લડી જાય તે પણ કહેવાય નહ ખરું ને…!!! અને વળી આ વખતે તો આવતીકાલે ૧૫મી જાન્યુઆરીએ તો સૂર્ય અને ચંદ્રમાંના પણ પેચ લડવાના છે એટલે કે સદીનું કંકણાવર્તી સૂર્યગ્રહણ થવાનું છે. તો વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે યોગ્ય સાધનની મદદથી આ લાહવો પણ ચૂકતા નહીં અને તે સમય દરમિયાન પતંગ ચગાવવાનું ટાળજો.તો ચાલો પતંગ ચગાવવા લાગી જઈએ…આજે પણ ગત વર્ષની જેમ જ રમેશભાઈની રચના લઈને આવ્યો છું.વળી ગત વર્ષની કંકોતરી વાંચવાની પણ ચૂકતા નહી.બસ આપ સૌના પતંગના આગમનની રાહમાં એટલે કે આપના અમૂલ્ય પ્રતિભાવોની અપેક્ષા સહ ચાલો માણીએ આ રચના…

 

 


મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ
વહોને વાયરા ધીરે,મારે  ઊડવું  ગગન
મકર સંક્રાંતિનો પાવન છે પર્વ
પ્રકૃતિ  પ્રેમ  દોરે , મારે બાંધવું બંધન
હું  ને  પતંગ
પતંગ તને  ઊડવું  ગમે
ને   મને  ઊડાડવું  ગમે
નખરાળો   પવન    તને   સતાવે    ભલે
મોજથી મનગમતા  પેચ લપટાવીએ  હવે
નીરખે ગોગલ્સમાં કોઈ તને
દૂરથી જુએ કોઈ  છાનું  મને
એક આંખવાળો પાવલો સતાવે ભલે
હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે
ઓલો વિદેશી ઢાલ કેવો હંફાવી હસે
ને તારી જબરી શ્રીમતી લોટાવે મને
ખાઈ માલપૂડા ખખડાવ  હવે  થાળી ખાલી
લે હું પણ મારું અમદાવાદી ખેંચ છાનીછાની
દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ
સૂરતી  દોરીની  મોટી  છે  લૂમ
લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી
ઊંધીયા જલેબીથી ભરીએ મોટી થાળી
આકાશે ચગી અમારે  દેવા  સંદેશ
દાદા   સૂરજ   હાલ્યા  મકરને  દેશ
ઘરઘરનો દુલારો મારો ઉત્તરાયણ તહેવાર
રૂપલે   મઢી   પતંગથી   છાયો   કલશોર

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                નવા વર્ષની પોસ્ટ રમેશભાઈની રચના તો શિડ્યુલ કરી રાખેલ હતી પણ કેટલીક તકનીકી ખરાબીના કારણે રજૂ ન થઈ શકી અને આજ આ નવા વર્ષ ૨૦૧૦ની શરૂઆત એક દુખદ સમાચાર સાથે કરવી પડે છે.ગઈ કાલે મુંબઈમાં “જ્ઞાનપીઠ” એવોર્ડ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર કેશવલાલ શાહનું ૯૭ વર્ષની વયે અવસાન થયું છે.એમના વિશે કહુ તો ૨૧મી જાન્યુઆરી ૧૯૧૩ના રોજ કપડવંજ ખાતે જન્મેલા રાજેન્દ્ર શાહે ઘણા પુરસ્કાર મેળવેલ છે વળી ખુબ જ લોકપ્રિય થયેલ અને ફાલ્ગુની પાઠક દ્વારા ગવાયેલ ગરબો “ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર…” પણ તેમની રચના છે.વ્રજ્ગીતો, રાજસ્થાની અને બંગાળી  લયનો પણ પ્રયોગ કરનાર, લય અને ઊર્મિશીલ કવિના જવાથી ગુજરાતી સાહિત્યને ઘણી ખોટ પડશે, તો આજે તેમની જ એક રચના આજે રજું કરું છું કે જે આપણને જાણે કહેતા હોય કે “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?  આપના અમૂલ્ય પ્રતિભાવોની અપેક્ષા સહ…

 

 

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

 

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

 

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

 

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૨૮મી ડિસેમ્બર. આજે છે મહોરમ. મુસ્લિમો માટેનો એક માતમ અને શહિદ દિન.આજે પણ જ્યારે ધર્મના નામે લડાઈ અને આતંકવાદના નામે લેવાતા નિર્દોષ લોકોના ભોગને કારણે હૃદય દ્રવી ઉઠે છે કે શું આ માનવજાતની સર્વોચ્ચતા છે આના કરતા તો એ પશુ સારા કે જેઓ પરસ્પર હળીમળીને રહે છે, અને માનવ સિવાય કોઈ પણ પ્રાણી પોતાના વંશજ કે જાતિના પ્રાણી પર હુમલો ક્યારેય કરતા આજ દિન સુધી કોઈએ જોયા નથી.કોઈ પશુ ને પશુ થવા નથી કહેવુ પડાતું, પરંતુ માનવ ને કહેવું પડે છે કે માણસ થા…શું સાચે જ આપણી માનવતા ગુમાવી બેઠા છીએ. ના હજી પણ સમય છે , જાગ્યા ત્યારથી સવાર. ચાલો આજના દિને પ્રણ લઈએ કે હંમેશા ભાઈચાર અને પ્રેમ અને શાંતિથી રહીશું અને સમસ્યાને ઉકેલશું.આજે સાહિર લુધિયાનવીનું એક ફિલ્મ ફિર સુબહ હોગી નું ગીત  રજું કરું છું આશા છે આપ સૌને ગમશે.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે

 

 

 

 

वो सुबह कभी तो आयेगी, वो सुबह कभी तो आयेगी.

 

ईन काली सर्दीयों के सर से, जब रात का आचल ढलकेगा,

जब दुःख के बादल पिघलेंगे, जब सुख का सागर छलकेगा.

 

जब अंबर झूम के नाचेगा, जब धरती नगमे गायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

 

जिस सुबह की खातिर जुग जुग से, हम सब मर मर कर जीते है,

जिस के अमृत की बूंद में, हम ज्ञहर के प्याले पीते है,

 

ईन भूखे प्यासे रुंहो पर, एक दिन तो करम फरमायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

 

माना के अभी तेरे मेरे अरमानो की किमत कुछ भी नही,

मिट्टी का भी है कुछ मोल मगर, ईन्सानो की किमत कुछ भी नही.

 

ईन्सानो की ईज्जत जब झूठे सिक्कोमें ना तोली जायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

Next Page »

Learn more HyperWebEnable.com.